પોલીસે ઘટનાસ્થળે જ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ જસપાલ સિંહ તરીકે થઈ છે. જે 62 વર્ષના છે. અને મૂળ પુણેના છે.

શા માટે કરાયો હુમલો ? 

જસપાલ સિંહ છેલ્લા બે વર્ષથી નાંદેડ નજીક મુગટમાં માતા સાહિબ ગુરુદ્વારામાં સેવા આપી રહ્યો હતો. સુખબીર સિંહ બાદલ પ્રાર્થના કર્યા પછી માતા સાહિબ ગુરુદ્વારાથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જસપાલ સિંહે તેમના પર હુમલો કર્યો. ઘટના પછી તરત જ પોલીસે જસપાલ સિંહની ઘટનાસ્થળે અટકાયત કરી હતી. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હુમલા પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ફડણવીસે તપાસના આદેશ આપ્યા 

બાદલ અને તેમના એક પીએસઓને હુમલામાં ઇજા થઈ હતી. બાદલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકાલી પ્રમુખ સાથે વાત કરી. મુખ્યમંત્રીએ પણ આ મામલાની તપાસનો આદેશ આપ્યો. નાંદેડના પોલીસ અધિક્ષક નીલાભ રોહને કહ્યું, "ગુરુદ્વારાની અંદર એક નિહાંગે સુખબીર સિંહ બાદલ પર કિરપાણથી હુમલો કર્યો." સ્પેશિયલ સિક્યુરિટી યુનિટમાં તૈનાત પોલીસ અધિકારી સંતોષ કેન્દ્રે બાદલને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ થયા.

અકાલી દળે સીબીઆઈ તપાસની કરી માંગ 

આ દરમિયાન, અકાલી દળના નેતા દલજીત ચીમાએ હુમલાની સીબીઆઈ અથવા કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરી. ચીમાએ કહ્યું કે હુમલા પાછળના ગુનેગારો અને સમગ્ર કાવતરાની ઓળખ થવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે પણ અકાલી દળ મજબૂત બને છે, ત્યારે આ રીતે પાર્ટીના નેતાઓને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ચીમાએ ઉમેર્યું કે ડિસેમ્બર 2024 માં અગાઉ હુમલો થયો હતો. જો પોલીસે છેલ્લી વખત યોગ્ય રીતે કાર્યવાહી કરી હોત, તો કદાચ આ હુમલો આજે ન થયો હોત. આ એક મોટી સુરક્ષા નિષ્ફળતા છે.

આ પણ વાંચોઃ ઓછા બજેટમાં મેળવો બેસ્ટ વોકિંગ અને રનિંગ શૂઝ! એડીના દુખાવાથી મળશે મુક્તિ