આસામમાં સુખોઈ-30 MKI ફાઈટર જેટનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો છે. વિમાન હજુ સુધી શોધી શકાયું નથી. ગુવાહાટીના સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે વાયુસેનાની એક ટીમ રવાના કરવામાં આવી છે. હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે કાર્બી આંગલોંગ જિલ્લામાં ઉડાન ભરતી વખતે Su-30 MKI ગાયબ થઈ ગયું હતું.


ફાઈટર જેટે ક્યાંથી ભરી હતી ઉડાન?

મળતી માહિતી મુજબ વિમાન ક્રેશ થયું છે. સ્થાનિક લોકોએ જોરદાર વિસ્ફોટનો અવાજ પણ સાંભળ્યો હતો. જોકે, વાયુસેના કે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં શોધખોળની કામગીરી ચાલી રહી છે. સુખોઈ-30 ફાઈટર જેટે નેજોરહાટથી ઉડાન ભરી હોવાનું કહેવાય છે. ત્યારબાદ રડારનો સંપર્ક તૂટી ગયો હતો. સ્થાનિક લોકો કહે છે કે સાંજ પડ્યા પછી તરત જ ટેકરી પરથી એક જોરદાર વિસ્ફોટ સંભળાયો, એટલો જોરથી કે તેનાથી રહેવાસીઓ ગભરાઈ ગયા.

કેટલાક લોકોનો એવો પણ દાવો છે કે વિસ્ફોટ થયાની થોડી જ સેકન્ડોમાં ટેકરીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જ્યાં વિસ્ફોટ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, આ વિસ્તાર વસાહતથી ઘણો દૂર છે.


આ પણ વાંચો : Delhi : 8 માર્ચે રાજધાનીને મળશે દેશની પ્રથમ રિંગ મેટ્રો, વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન


  • Follow us on: