પાયજામાની દોરી ખોલવી એ બળાત્કારનો પ્રયાસ માનવામાં આવશે.

દુષ્કર્મ કેસ અંગે મોટો નિર્ણય

પાયજામાની દોરી ખોલવી એ બળાત્કારનો પ્રયાસ માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને રદ્દ કર્યો છે. જેમાં આ ગુનાને રેપની તૈયારી તરીકે વર્ણવવામાં આવ્યો હતો. પ્રયાસ તરીકે નહીં. સુપ્રીમ કોર્ટે ન્યાયિક પ્રક્રિયાઓને સુધારવા માટે સમિતિને વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો 17 માર્ચ 2025ના રોજ આપ્યો હતો. કોર્ટના નિર્ણયથી ભારે હોબાળો થયો હતો.

મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા રાખવા અપીલ

"વી ધ વુમન" નામની NGO ના સ્થાપક પ્રમુખ અને વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાના પત્ર બાદ, સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ એનવી અંજારિયાની ખંડપીઠે હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કર્યો હતો. અને બંને આરોપીઓ સામે POCSO એક્ટ હેઠળ રેપના પ્રયાસનો આરોપ ફરીથી લાગુ કર્યો હતો. NGO પ્રમુખ શોભા ગુપ્તા અને વરિષ્ઠ વકીલ એચ.એસ. ફૂલકાએ જાતીય ગુનાઓના કેસોમાં મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા રાખવા માટે બેન્ચને અપીલ કરી હતી.

ન્યાયાધીશો કેળવે કરુણા અને સહાનુભૂતિનું વાતાવરણ: CJI

CJI સૂર્યકાન્તે તેમના ચુકાદામાં લખ્યું છે કે, ન્યાયાધીશોએ માત્ર બંધારણીય અને કાનૂની સિદ્ધાંતોને યોગ્ય રીતે લાગુ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં, પરંતુ કરુણા અને સહાનુભૂતિનું વાતાવરણ પણ કેળવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આ બે ગુણો વિના, ન્યાયિક સંસ્થાઓ તેમના કાર્યો યોગ્ય રીતે કરી શકશે નહીં. બેન્ચે એમ પણ કહ્યું હતું કે કાનૂની પ્રક્રિયામાં આપણા નિર્ણયો, પછી ભલે તે સામાન્ય નાગરિકો માટે પ્રક્રિયાઓ નક્કી કરવાનું હોય કે કેસોમાં અંતિમ ચુકાદો આપવાનું હોય, તે કરુણા, માનવતા અને સમજણને પ્રતિબિંબિત કરે છે.

સુપ્રીમ કોર્ટ જાહેર નહી કરે નવી માર્ગદર્શિકા

આ કેસમાં ચુકાદો આપતાં, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોને સંવેદનશીલ બનાવવા માટે સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે, અને તેથી, તે નવી માર્ગદર્શિકા ઘડવાને બદલે હાલના સિદ્ધાંતોના આધારે આગળ વધશે. કોર્ટે રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમીના ડિરેક્ટર જસ્ટિસ અનિરુદ્ધ બોઝને નિષ્ણાતોની સમિતિ બનાવવા વિનંતી કરી છે. આ સમિતિ જાતીય ગુનાઓ અને અન્ય સંવેદનશીલ કેસોમાં ન્યાયાધીશો અને ન્યાયિક પ્રક્રિયાઓમાં સંવેદનશીલતા અને કરુણા કેવી રીતે કેળવવી તે અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરશે.

આ પણ વાંચોઃ Bangladesh News: તારિક રહેમાને પીએમનું પદ સંભાળતા જ મોહમ્મદ યુનુસે શરુ કરી નિવેદનબાજી, જાણો શું કહ્યુ?