બાળક દત્તક લેનાર મહિલાને મેટરનિટી લીવના અધિકારથી વંચિત રાખવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટનો રાહત આપનાર ચુકાદો
સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા જણાવ્યુ છે કે, હવે બાળક દત્તક લેનાર મહિલાને પણ મેટરનિટી લીવ મળશે. બાળક દત્તક લેનાર સ્ત્રીને એ તમામ અધિકાર આપવામાં આવશે જે માતૃત્ત્વ ધારણ કરનાર મહિલાને મળે છે. હવે 3 મહિના કરતા વધુની ઉંમરના બાળકને દત્તક લેનાર સ્ત્રીને માતૃત્ત્વ અવકાશ મળશે. સુપ્રીમ કોર્ટે તેને માનવાધિકાર ગણવી જણાવ્યુ છે કે, દત્તક લીધેલુ બાળક જૈવિક બાળકથી અલગ નથી.
માતૃત્ત્વ સંરક્ષણ મૂળભૂત અધિકાર
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યુ છે કે, દત્તક લેનાર બાળક જૈવિક બાળકથી અલગ નથી. આ એક્ટ દત્તક માતાને 3 મહિનાથી વધુ ઉંમરના બાળકને દત્તક લેવા પર માતૃત્ત્વના લાભની પરવાનગી આપે છે. મેટરનિટી લીવ માનવાધિકારીનો મહત્ત્વનો ભાગ છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યુ હતુ કે, માતૃત્ત્વ સંરક્ષણ એક મૂળભૂત અધિકાર છે. તે દરેક હકદારને મળવો જોઇએ. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દત્તક લેનાર દંપત્તિ અને તેમના પરિવારજનો માટે રાહત આપનાર છે.
https://www.instagram.com/reel/DV-63vzCCJC/?utm_source=ig_web_copy_link
પેટરનિટી લીવ પર સરકાર લેશે નિર્ણય
સુપ્રીમ કોર્ટે મેટરનિટી લીવ પર તો ચુકાદો આપી દીધો. પરંતુ હવે પેટરનિટી લીવનો મામલો સરકારના પક્ષમાં નાંખ્યો છે. કોર્ટે જણાવ્યુ છે કે, પેટરનિટી લીવના કયા નિયમો છે. અને તેમા કયા પરિવર્તનો થવા જોઇએ. તેનો નિર્ણય હવેથી સરકાર લેશે.
આ પણ વાંચોઃ PM Modi સાથે Varun Gandhiએ સહપરિવાર કરેલી મુલાકાત બની ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ?
