જમ્મુના ખૌર સેક્ટરમાં આવેલા પાલનવાલા વિસ્તારમાં શનિવારે PIA (પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ)ના નિશાનવાળો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ફુગ્ગા પર પાકિસ્તાની એરલાઇન્સનું નામ કે ચિહ્ન હોવા છતાં તે ક્યાંથી આવ્યો અથવા તેની પાછળનો ઈરાદો શું હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. આવી જ એક ઘટના મે મહિનામાં પણ બની હતી, જ્યારે પંજાબના હોશિયારપુરમાં એક ખેતરમાંથી નાનકડા વિમાનના આકારનો ફુગ્ગો મળી આવ્યો હતો, જેના પર પણ 'PIA' લખેલું હતું.
જમ્મુમાં ડ્રગ્સની હેરાફેરી (તસ્કરી) વિરુદ્ધની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના જમ્મુ ઝોનલ યુનિટે દિગિયાના વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી 385 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા આ નશીલા પદાર્થની કિંમત અંદાજે 1 કરોડ 92 લાખ 50 હજાર રૂપિયા હોવાનું માનવામાં આવે છે.
ડ્રગ્સની ડિલિવરી કરવાનો પ્રયાસ કરતી વખતે શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
NCBના જણાવ્યા અનુસાર, એજન્સીને દિગિયાના વિસ્તારમાં હેરોઈનની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે ટીમે દેખરેખ વધારી દીધી હતી અને એક શંકાસ્પદ વ્યક્તિને ત્યારે ઝડપી પાડ્યો જ્યારે તે કથિત રીતે નશીલા પદાર્થની ડિલિવરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પકડાયેલો વ્યક્તિ જમ્મુના મીરાન સાહિબ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન તેની પાસેથી 385 ગ્રામ શંકાસ્પદ હેરોઈન મળી આવ્યું હતું, જે ચાર અલગ-અલગ પેકેટમાં વહેંચાયેલું હતું.
પંજાબ સાથે જોડાયેલા નેટવર્કની તપાસ
પ્રાથમિક તપાસમાં જમ્મુમાં સક્રિય ડ્રગ તસ્કરો અને પંજાબ સ્થિત સ્ત્રોતો વચ્ચે જોડાણ હોવાની શક્યતા જણાય છે. તપાસ એજન્સીઓને શંકા છે કે જપ્ત કરાયેલું ડ્રગ્સ જમ્મુ જિલ્લામાં જ વિતરણ કરવા માટે લાવવામાં આવ્યું હતું. NCB હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ઓળખ કરવા તેમજ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને તેને ક્યાં પહોંચાડવાનું હતું, તે જાણવા માટે તપાસ કરી રહી છે. એજન્સી આ કથિત તસ્કરી નેટવર્કની સમગ્ર સાંકળનો પર્દાફાશ કરવાના ઉદ્દેશ્ય સાથે આંતર-રાજ્ય જોડાણોની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Weather Update: હિમવર્ષા, ઠંડી અને વરસાદ...! દેશભરના વાતાવરણમાં મોટો પલટો, જાણો હવામાન વિભાગે કેમ આપ્યું એલર્ટ