વિદ્યાર્થિનીઓની ફરિયાદ અને FIR દાખલ થયા પછી તે ફરાર હતો. તેનું સ્થાન આગ્રામાં શોધી કાઢવામાં આવ્યું હતું. તેથી, પોલીસે આગ્રામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને આરોપીનેવહેલી સવારે ઝડપી પાડ્યો
શિષ્યવૃત્તિ અપાવીશ વિદ્યાર્થિનીઓને લલચાવી હતી
સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી, જેને પાર્થ સારથી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પોતાને આધ્યાત્મિક ગુરુ, ધાર્મિક અને સામાજિક કાર્યકર તરીકે વર્ણવે છે. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં તે જે આશ્રમ ચલાવે છે તે દક્ષિણ ભારતની એક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાની શાખા છે. આ આશ્રમ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ડિપ્લોમા અભ્યાસક્રમો કરવા માટે શિષ્યવૃત્તિ પૂરી પાડે છે. આ કેસમાં સ્ટાફ અને વોર્ડન પણ આરોપી છે, પરંતુ તેમની ભૂમિકા હજુ સુધી સ્પષ્ટ નથી.
23 સપ્ટેમ્બરે 17 વિદ્યાર્થિનીઓએ દિલ્હી પોલીસને છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ કરી હતી.
23 સપ્ટેમ્બરે 17 વિદ્યાર્થિનીઓએ દિલ્હી પોલીસને છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. સંસ્થાના ડિરેક્ટર સ્વામી ચૈતાનંદ સામે આરોપો મૂકવામાં આવ્યા હતા અને પોલીસે આ મામલાની ગંભીરતાને સમજીને FIR નોંધી હતી. માર્ચ 2025માં પણ, આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ક્વોટાની એક વિદ્યાર્થીનીએ સ્વામી ચૈતન્યનંદ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણીએ પ્રવેશ માટે ₹60,000 દાન કર્યા હતા. તેમ છતાં, તેણી પાસેથી વધુ પૈસા માંગવામાં આવ્યા હતા. જો તેણીએ ના પાડી, તો તેણીને પગાર વિના સંસ્થામાં કામ કરવાની ઓફર કરવામાં આવી હતી, નહીં તો કોલેજ છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું.
પીડિતાઓએ સ્વામીના અનેક રહસ્યો ખોલ્યા
દક્ષિણપશ્ચિમ દિલ્હીમાં એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ પ્રમુખ ચૈતન્યનંદ (62) વિરુદ્ધ ફરિયાદ મળ્યા બાદ, પોલીસે વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી, અને તેમાંથી 30 વિદ્યાર્થિનીઓએ અનેક રહસ્યો ખોલ્યા. પોલીસને સ્વામી ચૈતન્યનંદની ધમકીઓ, જાતીય શોષણ અને છેડતી વિશે જણાવ્યું. તેઓએ સંસ્થામાં વફાદાર લોકોનું નેટવર્ક બનાવવાનું અને તેમને મહિલા વિદ્યાર્થિનીઓને લલચાવવાની જવાબદારી સોંપવાનું પણ વર્ણન કર્યું.