તમિલનાડુની રાજનીતિમાં મોટો રાજકીય વળાંક આવ્યો છે. અભિનેતા વિજયની પાર્ટી TVKને હવે VCK અને Indian Union Muslim League (IUML)નું સમર્થન મળતા સરકાર બનાવવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે. થોલ તિરુમાવળવનના નેતૃત્વ હેઠળની VCKએ TVKને બિનશરતી સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી છે.



IUMLએ પણ TVKને ખુલ્લું સમર્થન આપ્યું

પાર્ટી દ્વારા સમર્થન પત્ર પણ સોંપવામાં આવ્યો છે, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. VCKના આ નિર્ણયને થલપતિ વિજય માટે મહત્વપૂર્ણ રાજકીય ટેકો માનવામાં આવી રહ્યો છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું સમર્થન કોઈપણ પ્રકારની શરત વગરનું રહેશે. બીજી તરફ IUMLએ પણ TVKને ખુલ્લું સમર્થન આપ્યું છે. પાર્ટીએ સાંજે TVKને પોતાનો સત્તાવાર સમર્થન પત્ર સોંપ્યો હતો. આ ઘટનાએ તમિલનાડુની રાજનીતિમાં ભારે ચર્ચા જગાવી છે અને હવે વિજય સરકાર રચનાની દિશામાં આગળ વધી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમિલનાડુના લોકો માટે સુવર્ણ યુગની શરૂઆત: TVKના ધારાસભ્ય રેવંત ચરણ

આ દરમિયાન TVKના ધારાસભ્ય રેવંત ચરણની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “તમિલનાડુના લોકો માટે સુવર્ણ યુગની શરૂઆત થઈ ગઈ છે. ડીએમકે-એઆઈએડીએમકે અને ભાજપના ગઠબંધનનું સાચું ચહેરું હવે લોકો સામે આવી ગયું છે. લોકો સત્ય સમજી ગયા છે.” તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 25 વર્ષ સુધી કોઈ પણ વિરોધી ગઠબંધન તેમના “ભાઈ સમાન” અને તમિલનાડુના ભાવિ મુખ્યમંત્રી વિજયની નજીક પણ પહોંચી શકશે નહીં. રેવંત ચરણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિજયના નેતૃત્વ હેઠળ તમિલનાડુ નવી રાજકીય દિશામાં આગળ વધશે.

આ પણ વાંચો : Agnimitra Paul Net Worth: અગ્નિમિત્રા પોલ કેટલી સંપત્તિના છે માલિક? શુભેન્દુ સરકારમાં બન્યા છે મંત્રી


  • Follow us on: