ટાટા સન્સના ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરનની વિદાયને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. ગુરુવારે, ટાટા સન્સ લિમિટેડના બોર્ડે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરન માટે પાંચ વર્ષના નવા કાર્યકાળને મંજૂરી આપી હતી અને ગ્રુપની હોલ્ડિંગ કંપનીને લિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

એન. ચંદ્રશેખરન વધુ 5 વર્ષ સુધી ટાટા સન્સના ચેરમેન

એન. ચંદ્રશેખરન આગામી પાંચ વર્ષ સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ચાલુ રહેશે. બોર્ડે ગુરુવારે તેમના કાર્યકાળના વિસ્તરણને મંજૂરી આપી હતી. ચંદ્રશેખરને થોડા દિવસો પહેલા જ રાજીનામું આપ્યું હતું.

IPOની તૈયારીઓમાં ચંદ્રશેખરન મહત્વની ભૂમિકા

આનો અર્થ એ છે કે IPOની તૈયારીઓમાં ચંદ્રશેખરન મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યકાળ લંબાવવાની સાથે સાથે, ટાટા સન્સના બોર્ડે કંપનીના લિસ્ટિંગને પણ મંજૂરી આપી છે. જોકે, ટાટા ટ્રસ્ટ્સ જે હોલ્ડિંગ કંપનીમાં બહુમતી હિસ્સો ધરાવે છે તેઓ ચેરમેન તરીકે ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને પડકારી શકે છે.

https://twitter.com/ANI/status/2100520082917224563

લિસ્ટિંગની શક્યતા શા માટે?

ટાટા સન્સના બોર્ડે કંપનીના લિસ્ટિંગના મુદ્દા પર વિચાર-વિમર્શ કર્યો હતો, પરંતુ કોઈ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો ન હતો. વાસ્તવમાં, ગયા અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ટાટા સન્સની 'કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની' તરીકેના NBFC રજીસ્ટ્રેશનને પરત કરવાની (સરેન્ડર કરવાની) અરજી ફગાવી દીધી હતી. આ ઘટનાક્રમને કારણે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની, ટાટા સન્સ માટે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવું ફરજિયાત બની શકે છે.

ટાટા સન્સ એક 'અપર-લેયર' NBFC 

સપ્ટેમ્બર 2022માં RBIએ ટાટા સન્સને 'અપર-લેયર' નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) તરીકે વર્ગીકૃત કરી હતી, જેના હેઠળ આવી સંસ્થાઓ માટે ત્રણ વર્ષની અંદર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવું ફરજિયાત છે. ટાટા સન્સ માટે નિર્ધારિત મૂળ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2025 હતી. આ જવાબદારીમાંથી બચવા માટે, ટાટા સન્સે 2024માં ₹21,000 કરોડથી વધુનું દેવું ચૂકવ્યું અને તેનું NBFC રજીસ્ટ્રેશન પરત કરવા માટે અરજી કરી. RBIએ અરજી અંગેનો નિર્ણય પડતો રાખ્યો અને ટાટા સન્સનો સમાવેશ 'અપર-લેયર' NBFCsની યાદીમાં ચાલુ રાખ્યો.

ટાટા ટ્રસ્ટ્સ: સૌથી મોટો શેરધારક

આ બાબતથી વાકેફ સૂત્રોએ સંકેત આપ્યો છે કે ટોચના મેનેજમેન્ટની પસંદગી જેમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો સમાવેશ થાય છે. તે આખરે બહુમતી શેરધારકની પસંદગીના આધારે નક્કી કરવામાં આવશે. આ કિસ્સામાં, બહુમતી હિસ્સો ટાટા ટ્રસ્ટ્સ પાસે છે, જેનું પ્રતિનિધિત્વ તેના ચેરમેન નોએલ ટાટા કરે છે. 

આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા