દેશમાં ક્ષય રોગ (TB) નાબૂદ કરવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોને વધુ વેગ આપવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ PM-PRAGATI હેઠળ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષામાં વિવિધ મંત્રાલયો વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
https://twitter.com/ANI/status/2094422119023309237
અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
આ બેઠક દરમિયાન 'ટીબી મુક્ત ભારત અભિયાન'ને વધુ અસરકારક બનાવવા માટે વહેલી તકે ટીબીની ઓળખ, રોગથી બચાવ, જનજાગૃતિ, સ્ક્રીનિંગ અને લોકોની સતત ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારનું ધ્યાન માત્ર યોજનાઓના અમલીકરણ સુધી મર્યાદિત ન રાખીને તેના માપી શકાય તેવા પરિણામો અને ગ્રામ્ય સ્તરે સીધી અસર સુનિશ્ચિત કરવા પર છે.
NCC કેડેટ્સ અને MY Bharat વોલન્ટિયર્સ જોડાશે
ટીબી વિરુદ્ધના રાષ્ટ્રીય અભિયાનમાં વિવિધ સરકારી વિભાગોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા MY Bharat વોલન્ટિયર્સ, જ્યારે સંરક્ષણ મંત્રાલય દ્વારા NCC કેડેટ્સને મેદાની સ્તરે જાગૃતિ અને જનસંપર્ક માટે જોડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યસ્થળોને પણ રાષ્ટ્રીય ટીબી નાબૂદી અભિયાનનો ભાગ બનાવવામાં આવી રહ્યા છે. કર્મચારીઓમાં ટીબીની તપાસ અને જરૂરી સહાયને મજબૂત બનાવવા ESIC દ્વારા પણ સ્ક્રીનિંગ અને સપોર્ટની વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.
સરકારના જણાવ્યા મુજબ, ટીબી સામેની લડાઈને 'સમગ્ર સરકાર અને સમગ્ર સમાજ'ના અભિગમ સાથે આગળ વધારવામાં આવી રહી છે. વિવિધ મંત્રાલયો, સંસ્થાઓ, સ્વયંસેવકો અને સમાજની ભાગીદારીથી ટીબીની વહેલી ઓળખ તથા સારવાર સુધી પહોંચ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ટીબી મુક્ત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે આ સંકલિત પ્રયાસોને વધુ ઝડપી બનાવવામાં આવશે.
આ પણ વાંચો : India GDP : 7.8 ટકાના GDP ગ્રોથ પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી, કહ્યું 'ભારત ફરી સફળતાની નવી ઊંચાઈએ'