ભારતનું પહેલું AI શહેર બનશે લખનૌ. લખનૌમાં માર્ચ 2024માં AI ઇકોસિસ્ટમ વિકસિત કરવા માટે ઇન્ડિયા એઆઇ મિશન પ્રમાણે 10,732 કરોડ રૂપિયા ફાળવ્યા. જેના અંતર્ગત લખનૌને દેશની પહેલી AI સિટી બનાવવાની યોજના શરૂ કરવામાં આવી છે.

લખનૌ દેશની પહેલી AI સિટી બનશે
મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ દેશની પહેલી AI સિટી બનશે. આ રોકાણ હેઠળ, 10,000 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ, મલ્ટી-મીડિયા ભાષા મોડેલ અને એક AI નવીનતા કેન્દ્ર બનાવવામાં આવશે. રાજ્ય સરકાર ઝડપથી આ 2047ના વિઝન અંતર્ગત એક એઆઇ પોલીસી ડ્રાફ્ટ તૈયાર કરશે. રાજ્ય સરકાર પ્રમાણે આ રોકાણ ભારતના અન્ય ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ 67 ટકા વધારે છે.

1.5 લાખ લોકોને પ્રશિક્ષિત કરાય છે
રાજ્ય સરકારની આ મહત્વની શરૂઆત અંતર્ગત 10 લાખથી પણ વધારે યુવાનો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઇન્ટેલની સાથે પાર્ટનરશિપમાં એઆઇ, સાઇબર સુરક્ષા, મશીન લર્નિગ અને ડેટા એનાલિસિસની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેનાથી દર મહિને 1.5 લાખ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે.
 
  • Follow us on: