બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય હલચચ તેજ થઇ રહી છે. રોજ નવા નવા નિવેદનો અને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ વખતે તેજ પ્રતાપ યાદવની અંગત જિંદગી ચર્ચાનો મુદ્દો બની છે. અનુષ્કા યાદવ સાથેના તેમના પ્રેમ સંબંધોએ પરિવારની સાથે રાજનીતિમાં પણ ભૂકંપ સર્જી દીધો છે. આ સંબંધો બાદ તેજ પ્રતાપને તેમના પરિવાર, સંપત્તિ અને રાજકીય પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. હવે તેઓ ચૂંટણી લડશે કે નહી તે બાબતે સસ્પેન્સ યથાવત્ છે.


અખિલેશનો તેજ પ્રતાપને વીડિયો કોલ

વીડિયો કોલ દરમિયાન અખિલેશે તેજ પ્રતાપને માહિતી આપી હતી અને જણાવ્યુ હતુ કે, તેઓ હમણા ગંગા કિનારે એક કાર્યક્રમમાં વ્યસ્ત છે. આ ચર્ચા દરમિયાન અખિલેશે કારમાં બેસેલા અન્ય નેતાઓ સાથે પણ તેજ પ્રતાપ યાદવની વાતચીત કરાવી હતી. આ વીડિયો કોલમાં તેજ પ્રતાપે અખિલેશને કહ્યુ હતુ કે, તમારો કોલ આવ્યો તો એનાથી અહેસાસ થયો કે તેઓ એકલા નથી. તેજ પ્રતાપે એક્સ પર લખ્યુ છે કે, અખિલેશ યાદવ તેમના પરિવારના તમામ સભ્યોમાંથી સૌથી પ્રેમાળ વ્યક્તિ છે. તેમની વાતચીત એ વાતનો અહેસાસ કરાવે છે કે, તેઓ રાજનીતિની લડાઇમાં એકલા નથી. આ વીડિયો કોલમાં બિહારની રાજનીતિ વિશે પણ વાતચીત થઇ હતી.

 

રાજકીય હલચચ તેજ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય હલચચ તેજ થઇ રહી છે. રોજ નવા નવા નિવેદનો અને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. તો આ હંગામાની વચ્ચે તેજ પ્રતાપ યાદવને અખિલેશ યાદવનો વીડિયો કોલ આવ્યો હતો. અને અખિલેશે તેમને પૂછ્યુ હતુ કે, તમે આ વખતે ક્યાંથી ચૂંટણી લડશો. તો તેના જવાબમાં તેજ પ્રતાપ યાદવે કહ્યુ હતુ કે, તેઓ લખનઉ આવશે અને તમારી સાથે મુલાકાત કરશે. આ સમગ્ર વાતચીતનો વીડિયો તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુક્યો છે. જેમાં તેઓએ રાજકીય અને પારિવારીક સંબંધો વિશે ચર્ચા કરી હતી. 

  • Follow us on: