મહુઆ વિધાનસભા બેઠક માટે આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ બેઠક 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત બેઠકોમાંની એક માનવામાં આવે છે. અહીં મુકાબલો જનશક્તિ જનતા દળના પ્રમુખ અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ અને આરજેડી ઉમેદવાર મુકેશ રોશન અને એલજેપીના સંજય સિંહ વચ્ચે છે.


મહુઆમાં કોની કોની વચ્ચે ટક્કર ? 

તેજ પ્રતાપ યાદવ 2015 માં અહીંથી જીતીને પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ્યા હતા. 2020માં તેઓ હસનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા પરંતુ આ વખતે આરજેડીથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવ્યા પછી, તેઓ ફરીથી મહુઆથી ચૂંટણી લડી રહ્યા છે.

જ્યારે આરજેડી ઉમેદવાર મુકેશ રોશન 2020માં આરજેડી ટિકિટ પર મહુઆથી જીત્યા હતા અને બેઠક જાળવી રાખવા માંગે છે. આ વખતે મહુઆમાં ભાઈ અને પાર્ટી વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે.

ત્રીજા રાઉન્ડ સુધીમાં ગણતરી પૂર્ણ

લોક જન શક્તિ પાર્ટીના સંજય સિંહને ત્રીજા રાઉન્ડ સુધીમાં 10,301 મત મળ્યા હતા, જે 3,520 મતોથી આગળ હતા. તેજ પ્રતાપને ત્રીજા રાઉન્ડ સુધીમાં માત્ર 1,500 મત મળ્યા, 8,801 મતોથી પાછળ.બીજા રાઉન્ડ સુધીમાં તેજ પ્રતાપ ચોથા સ્થાને છે.જ્યારે બીજા રાઉન્ડ સુધીમાં તેજ પ્રતાપ પાંચ હજાર મતોથી પાછળ છે. ચિરાગ પાસવાનની પાર્ટી, એલજેપીના સંજય સિંહ આગળ ચાલી રહ્યા છે.

મહુઆ બેઠક માટે વધ્યો મોહ

લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના પુત્ર તેજ પ્રતાપ યાદવ 2025ની વિધાનસભા ચૂંટણી મહુઆ વિધાનસભા બેઠક પરથી લડી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવની પાર્ટી, જન શક્તિ જનતા દળએ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પાર્ટીના વડા તેજ પ્રતાપ યાદવનો પણ સમાવેશ થાય છે. પાર્ટીના વડાએ પોતાના માટે મહુઆ વિધાનસભા બેઠક પસંદ કરી છે. તેજ પ્રતાપ યાદવ 2015ની વિધાનસભા ચૂંટણીમાં મહુઆ બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. જોકે, તેમણે 2020ની ચૂંટણીમાં આ બેઠક છોડી દીધી અને હસનપુરથી જીત મેળવી.

યાદવો અને મુસ્લિમોનું વર્ચસ્વ

મહુઆ વિધાનસભા બેઠક પર યાદવો અને મુસ્લિમોનું વર્ચસ્વ છે. આ બેઠક પર આરજેડી ઉમેદવારની જીત હંમેશા નિશ્ચિત માનવામાં આવી છે. આરજેડી આ બેઠકને સલામત દાવ માને છે. આંકડા દર્શાવે છે કે મહુઆ વિધાનસભા બેઠક પર યાદવો અને મુસ્લિમ વસ્તી આશરે 35 ટકા છે. મુસ્લિમો અને યાદવોને આરજેડી અને લાલુ પ્રસાદ યાદવ પરિવાર માટે મુખ્ય મતદારો માનવામાં આવે છે. દરમિયાન, આ બેઠક પર અનુસૂચિત જાતિની વસ્તી આશરે 21 ટકા છે, જેમાં પાસવાન અને રવિદાસ નિર્ણાયક છે.

  • Follow us on: