Telegramના ફાઉન્ડર અને CEO પાવેલ ડુરોવે યુઝર્સ માટે એક મહત્વની જાહેરાત કરી છે. Telegramએ .gram ટોપ-લેવલ ડોમેન માટે અરજી કરી છે. જો આ અરજી મંજૂર થાય છે, તો Telegramના યુઝર્સ પોતાના Telegram username પરથી ફ્રી વેબસાઈટ બનાવી શકશે.

https://twitter.com/durov/status/2089770867576172804

યુઝર્સને પોતાના નામે સેકન્ડ-લેવલ ડોમેન બનાવવાની તક મળી શકે

ઉદાહરણ તરીકે, જો કોઈ યુઝરનું Telegram username **@rahul** છે, તો ભવિષ્યમાં તેનું વેબ એડ્રેસ rahul.gram હોય શકે છે. Telegramના જણાવ્યા પ્રમાણે, લગભગ એક અબજ યુઝર્સને પોતાના નામે સેકન્ડ-લેવલ ડોમેન બનાવવાની તક મળી શકે છે.

આ વેબસાઈટ્સને ઈન્ટરેક્ટિવ બનાવવાની યોજના છે. યુઝર્સ તેમાં પોતાનું કન્ટેન્ટ, માહિતી અથવા અન્ય ડિજિટલ કન્ટેન્ટ રજૂ કરી શકશે. ખાસ વાત એ છે કે વેબસાઈટ બનાવવા માટે AIનો ઉપયોગ કરવામાં આવશે અને માત્ર એક પ્રોમ્પ્ટ દ્વારા સાઈટ તૈયાર થઈ શકે છે. સામાન્ય રીતે વેબસાઈટ માટે ડોમેન અને હોસ્ટિંગ પાછળ ખર્ચ થાય છે, પરંતુ Telegramની આ યોજના હેઠળ સર્વિસ ફ્રી રાખવાનો દાવો કરવામાં આવ્યો છે.

Mini App Store જેવી સુવિધાઓ પણ રજૂ કરી

જોકે,.gram ડોમેન હજુ Telegramને મળ્યું નથી. કંપનીએ માત્ર તેના માટે અરજી કરી છે અને મંજૂરી મળ્યા બાદ જ આ યોજના અમલમાં આવી શકશે. Telegram છેલ્લા કેટલાક સમયથી માત્ર મેસેજિંગ એપ પૂરતું સીમિત ન રહેવા તરફ આગળ વધી રહ્યું છે. કંપનીએ બ્રાઉઝર અને Mini App Store જેવી સુવિધાઓ પણ રજૂ કરી છે. હવે .gram ડોમેન દ્વારા Telegram ઈન્ટરનેટ પર યુઝર્સની ડિજિટલ ઓળખને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી શકે છે.

આ પણ વાંચો : NEET UG : UPSC જેવી મજબૂત સિસ્ટમ બનાવો અને ટેકનોલોજી નિષ્ણાતોની ભરતી કરો, SCની NTA ને ટકોર