જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઓપરેશન સિંદૂર હેઠળ સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ લશ્કર કમાન્ડનો આતંકી મૂસા સુલેમાની સહિત 3 આતંકી ઠાર માર્યા છે. મૂસા સુલેમાની પર 20 લાખનું ઇનામ હતું. આતંકીઓ પાસેથી 17 હેન્ડ ગ્રેનેડ અને એકે 47 મળી આવ્યા છે.
કુલ 3 આતંકી ઠાર મરાયા
કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓ પહલગામ હુમલા સાથે સંકળાયેલા હતા. ઉલ્લેખનીય છે કે શ્રીનગરના હરવાન લિડવાસ વિસ્તારમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન મહાદેવ લોન્ચ કરાયુ. જે હેઠળ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થતા 3 આતંકીઓ ઠાર મરાયા. સૂત્રો મુજબ અબૂ હમઝા, યાસિર અને સુલેમાન આ ત્રણ નામના આતંકીઓ છે.
Also Read
ગુપ્ત એજન્સીઓ દ્વારા મળી હતી સૂચના
અધિકારીઓએ જણાવ્યું કે એક ગુપ્ત એજન્સીઓને મળેલી સૂચનાના આધારે મુલનાર વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું, અધિકારીઓએ જણાવ્યું કે જયારે સુરક્ષા કર્મીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે 2 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાયો હતો જે બાદ ઓપરેશન શરૂ કરાયુ.
અધિકારીઓએ જણાવ્યું કે જેવા સુરક્ષા જવાનો શંકાસ્પદ સ્થાન પાસે પહોંચ્યા કે ત્યાં છૂપાયેલા આતંકીઓએ ફાયરિંગ સરૂ કરી દીધુ. જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ જેમાં 3 આતંકીઓ ઠાર મરાયા.
આતંકી મૂસા કોણ હતો ?
- આતંકી મૂસા કે જેને સુલેમાન શાહ મુસા ફૌજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લશ્કર-એ-તૈયબાનો ખતરનાક કમાન્ડર હતો.
- મુસા પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) નો પેરા-કમાન્ડો હતો, જે એક ખાસ તાલીમ સૈન્ય એકમ હતું.
- 2022માં તે ભારતમાં ઘૂસણખોરી કરીને લશ્કરમાં જોડાયો. ઘણા હુમલાઓનું કાવતરું ઘડ્યું.
- તેણે સોનમર્ગ ટનલ હુમલાનું પણ નેતૃત્વ કર્યું, જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા.
- તે દાચીગામ અને લિડવાસના જંગલોમાં છુપાયો હતો, જ્યાંથી તે પાકિસ્તાન ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.













