7 ઓક્ટોબરે બપોરે દિલ્હીમાં અચાનક હવામાન બદલાયું, ભારે વરસાદ પડ્યો. ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થયો. રાષ્ટ્રીય રાજધાનીમાં આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા, અને ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો. વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી છે.
હવામાન વિભાગે કરી હતી આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાષ્ટ્રીય રાજધાનીમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં હળવા વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ભારે વરસાદને કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.













