Indian રેલવે જમ્મુ-કાશ્મીર વચ્ચે ત્રીજી વંદે ભારત ટ્રેન ચલાવશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે જાહેરાત કરી છે. આ ટ્રેન જમ્મુ-શ્રીનગર વચ્ચે હાઈ ડિમાન્ડ અને વંદે ભારતના નેટવર્કને વધારવાના ઉદ્દેશ્યથી ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.

જમ્મુ અને શ્રીનગર વચ્ચે દોડશે ત્રીજી વંદે ભારત ટ્રેન

જમ્મુ અને શ્રીનગર વચ્ચે દોડનારી ત્રીજી વંદે ભારત ટ્રેન ઉધમપુરના રસ્તા પર થઈને જશે. ત્રીજી વંદે ભારત ટ્રેન સર્વિસનો હેતુ પેસેન્જર્સને એક અલગ ટ્રાવેલ રૂટ આપવાનો અને બંને શહેરો વચ્ચે ટ્રેનની ક્ષમતા વધારવાનો છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે સ્થાનિક લોકોની વ્યાપક માંગ અને અમારી તરફથી કરવામાં આવેલી વિનંતી બાદ રેલ મંત્રાલયે જમ્મુ અને શ્રીનગર વચ્ચે દોડનારી ત્રીજી અને નવી વંદે ભારત એક્સપ્રેસ માટે ઉધમપુરને એક સ્ટોપ તરીકે સામેલ કરવાની સહમતિ આપી છે. આ ઉધમપુર માટે ખુશખબર છે.

https://x.com/DrJitendraSingh/status/2090363973933961544


લોકોએ કેન્દ્રીય મંત્રીને X પર પુછ્યા સવાલો

રેલ મંત્રીના પત્રમાં માહિતી આપવામાં આવી છે કે આ ટ્રેનનો નંબર 26407/26408 હશે. આ ટ્રેન ચિનાબ બ્રિજ પરથી પસાર થશે, જે એફિલ ટાવરથી પણ ઊંચો અને દુનિયાનો સૌથી ઊંચો પુલ છે. આ ટ્રેનના સ્ટોપેજમાં ઉધમપુરને પણ સામેલ કરવામાં આવ્યું છે, જેને લઈને ઉધમપુરના લોકો ખુશ છે. પરંતુ, હવે કેટલાક લોકો કેન્દ્રીય મંત્રીને વધુ એક સવાલ પૂછી રહ્યા છે. X પર કરવામાં આવેલી આ પોસ્ટના કમેન્ટ બોક્સમાં @AnkitSingh50122 નામના એક યુઝરે લખ્યું કે લોકોની માંગ છે કે જમ્મુથી શ્રીનગર વચ્ચે એક લોકલ ટ્રેન ચલાવવામાં આવે, જે તમામ લોકલ સ્ટેશનો પર રોકાય. કૃપા કરીને આ મામલે દખલ કરો.

જમ્મુ તવી અને શ્રીનગર વચ્ચે 269 કિલોમીટરનું અંતર

2 વંદે ભારત ટ્રેનો 6 જૂન, 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે શરૂઆતમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને શ્રીનગર વચ્ચે દોડતી હતી. 30 એપ્રિલ, 2026થી આ ટ્રેનોને જમ્મુ તવી રેલવે સ્ટેશન સુધી લંબાવવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને જમ્મુ અને શ્રીનગર વચ્ચે સીધી વંદે ભારત કનેક્ટિવિટી મળી ગઈ છે. ભારતીય રેલવે અનુસાર, ટ્રેનો શરૂ થયા બાદથી સંપૂર્ણ ક્ષમતા સાથે દોડી રહી છે. જેના કારણે અધિકારીઓએ દરેક ટ્રેનમાં ડબ્બાઓની સંખ્યા 16થી વધારીને 20 કરી દીધી છે. જમ્મુ-તવી-શ્રીનગર વંદે ભારત સેવામાં શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર, શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, રિયાસી અને બનિહાલમાં ચાર સ્ટોપેજ છે. આ ટ્રેન જમ્મુ તવી અને શ્રીનગર વચ્ચે 269 કિલોમીટરનું અંતર લગભગ 4 કલાક 45 મિનિટમાં કાપે છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ