આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ ભગવાન વેંકટેશ્વર સ્વામી એટલે કે તિરૂપતિ બાલાજી) મંદિરમાં ભક્તોની અતૂટ શ્રદ્ધાનો એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. મે 2026 દરમિયાન માત્ર 27 દિવસના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક 12.43 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પોતાના  ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા છે. 


ભક્તોના વાળથી મંદિરને થશે કરોડોની આવક 

આ અભૂતપૂર્વ વધારાને કારણે મંદિરનું સંચાલન કરતી સંસ્થા તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ને ચાલુ નાણાકીય વર્ષમાં માનવ વાળની ઈ-હરાજી દ્વારા આશરે 176 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થવાનો અંદાજ છે.

છેલ્લા બે વર્ષના તમામ રેકોર્ડ તૂટ્યા

TTD દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, 1 મે થી 27 મેની વચ્ચે કુલ 12.43 લાખ ભક્તોએ મુંડન કરાવ્યું હતું. પાછલા વર્ષોની સરખામણીએ આ આંકડો ઘણો મોટો છે:

  • મે 2024: 10.65 લાખ શ્રદ્ધાળુઓ
  • મે 2025: 10.18 લાખ શ્રદ્ધાળુઓ
  • મે 2026 (માત્ર 27 દિવસ): 12.43 લાખ શ્રદ્ધાળુઓ

મંદિરની આવકમાં 26 કરોડનો મોટો ઉછાળો

ભક્તો દ્વારા કરાયેલા આ રેકોર્ડબ્રેક કેશદાનની સીધી પોઝિટિવ અસર મંદિરની તિજોરી પર જોવા મળી રહી છે. TTD ના અંદાજ મુજબ, આ વર્ષે વાળની ઈ-હરાજીમાંથી આશરે 176 કરોડ રૂપિયાની બમ્પર કમાણી થશે, જે ગયા નાણાકીય વર્ષની 150 કરોડ રૂપિયાની આવક કરતાં 26 કરોડ રૂપિયા વધુ છે. મંદિરના ઈતિહાસમાં વાળના વેચાણથી થનારી આ અત્યાર સુધીની સૌથી મોટી કમાણી હશે.

283 ટન વાળની વૈશ્વિક ઈ-હરાજી શરૂ

મંદિર પ્રશાસન પાસે હાલમાં કુલ 2.83 લાખ કિલોગ્રામ (283 ટન) માનવ વાળ એકત્રિત થયા છે, જેની ગ્લોબલ ઈ-હરાજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગુણવત્તાના આધારે વાળના ભાવ નક્કી કરાયા છે:

વાળની કિંમતનું ગણિત

બજારમાં નાના કદના વાળની કિંમત પ્રતિ કિલો ₹135 નક્કી કરવામાં આવી છે, જ્યારે પ્રીમિયમ ક્વોલિટીના લાંબા વાળની કિંમત અગાઉ પ્રતિ કિલો ₹20,000 સુધી પહોંચી ચૂકી છે.

આટલી ભારે ભીડ ઉમટવાનું કારણ શું?

TTD વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઉનાળુ વેકેશન અને તહેવારોની સીઝન એકસાથે હોવાને કારણે આ વર્ષે તિરૂપતિમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

આ સમગ્ર ગાળા દરમિયાન 23 મેનો દિવસ સૌથી ખાસ રહ્યો હતો, જ્યારે માત્ર એક જ દિવસમાં 57 હજારથી વધુ ભક્તોએ મુંડન કરાવ્યું હતું. આ એક દિવસમાં સૌથી વધુ કેશદાન કરવાનો અત્યાર સુધીનો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ છે.

આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 

  • Follow us on: