તમિલનાડુના તિરુવન્નામલાઈમાં એક મંદિરના દાનપેટીમાં કોઈએ 4 કરોડ રૂપિયાની મિલકતના દસ્તાવેજો મૂક્યા હતા. દસ્તાવેજો જોયા બાદ પૂજારી સહિત બધા ચોંકી ગયા હતા. 4 કરોડ રૂપિયાની આ મિલકત મંદિરના નામે દાન કરવામાં આવી હતી. ત્યારે હવે આ પાછળની એક કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4 કરોડ રૂપિયાનું કર્યું દાન
એક નિવૃત્ત સૈન્ય અધિકારીએ તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાના અરણી વિસ્તારમાં સ્થિત એક મંદિરમાં પોતાની બધી મિલકત દાનમાં આપી દીધી હતી. વૃત્ત સૈન્ય અધિકારીએ પોતાના બાળકો દ્વારા અપમાનિત થયા બાદ પોતાની ચાર કરોડ રૂપિયાની મિલકત અરુલમિઘુ રેણુગંબલ અમ્માન મંદિરમાં દાનમાં આપી દીધી હતી. નિવૃત્ત સૈન્ય અધિકારીની બંને પુત્રીઓ મિલકતો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.

મંદિરની દાન પેટીમાંથી મળ્યા કાગળો
24 જૂનના રોજ મંદિર સમિતિના અધિકારીઓ દાન પેટીઓ તપાસી રહ્યા હતા. તે દરમિયાન તેમને ઘરના કાગળો મળી આવ્યા. કાગળો જોઈને મંદિર સમિતિના અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કાગળો સાથે એક પત્ર પણ હતો. જેમાં નિવૃત્ત સૈન્ય અધિકારી એસ વિજયને લખ્યું હતું કે તેઓ સ્વેચ્છાએ તેમની મિલકત મંદિરને દાન કરી રહ્યા છે.
દિકરોએ મિલકત લેવા માટે કરતી હતી મહેનત
વિજયન કેશવપુરમ ગામના રહેવાસી છે. તે બાળપણથી જ આ મંદિરમાં પૂજા કરે છે. તેની પત્ની વી કસ્તુરી સાથે મતભેદોને કારણે તે લગભગ 10 વર્ષથી એકલો રહે છે. તેમણે કહ્યું કે તેમને બે પુત્રીઓ છે. બંને પરિણીત છે. એક ચેન્નાઈમાં અને બીજી વેલ્લોરમાં રહે છે. તેને બંને પુત્રીઓ તરફથી કોઈ મદદ મળતી નથી. તેની પુત્રીઓ તેના પર મિલકત તેમના નામે ટ્રાન્સફર કરવા માટે દબાણ કરી રહી હતી. તેઓ રોજિંદા ખર્ચ માટે પણ તેમનું અપમાન કરતા હતા. તેણે કહ્યું કે હવે હું મારી આખી મિલકત તે મંદિરને સોંપી રહ્યો છું. જેણે મને આજીવન ટેકો આપ્યો છે.
શું આ મિલકત મંદિરની બની જશે?
મંદિરના એક્ઝિક્યુટિવ ઓફિસર એમ. સિલમ્બરાસને જણાવ્યું હતું કે વિજયનની મિલકત ફક્ત હૂંડીમાં દસ્તાવેજો જમા કરાવવાથી મંદિરની મિલકત નહીં બને. જ્યાં સુધી દાતાઓ તેમની મિલકતો મંદિરમાં યોગ્ય રીતે ટ્રાન્સફર ન કરે. હાલમાં આ દસ્તાવેજો હિન્દુ ચેરિટેબલ વિભાગ પાસે સુરક્ષિત છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ વિજયનની બંને પુત્રીઓ મિલકત હસ્તગત કરવામાં વ્યસ્ત છે જ્યારે વિજયને કહ્યું કે હું મારા શબ્દથી પાછળ નહીં હટીશ. હું મંદિર સમિતિ સાથે વાત કરીશ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીશ.