દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર ટીએમસી નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ipac કાર્યાલય પર ઇડીના દરોડાના વિરોધમાં ટીએમસી કોંગ્રેસના સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર વિરોધ અને નારેબાજી કરી હતી.
ટીએમસી સાંસદોની કરવામાં આવી અટકાયત
જેમા ડેરેક ઓ બ્રાયન, શતાબ્દી રૉય, મહુઆ મોઇત્રા, બાપી હલદર, સાકેત ગોખલે, પ્રતિમા મંડલ, કીર્તિ આઝાદ અને ડૉ. શર્મિલા સરકાર ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે તે બધાની અટકાયત કરી છે.
Also Read
Cash for Query Case: TMC સાંસદ મહુઆ મોઇત્રાને મોટી રાહત, દિલ્હી HCએ રદ કરી CBI ચાર્જશીટ પર લોકપાલની મંજૂરી
Ed Raids Ipac: I-PACની ઑફિસ પર EDના દરોડા, મમતા બેનર્જીએ દર્શાવી નારાજગી, જાણો મામલો
ED Raid: કોલકાતામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડાથી શરૂ થયુ રાજકીય તોફાન, સીએમ Mamata Banerjeeએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન
I-PAC ની ઓફિસ પર દરોડાનો વિરોધ
જેમ જેમ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ વધી રહી છે. ગુરુવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતામાં રાજકીય સલાહકાર અને ચૂંટણી વ્યવસ્થાપન કંપની I-PAC ની ઓફિસ પર દરોડા પાડ્યા. મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટનાસ્થળે પહોંચ્યા, અને મામલો વધુ ગરમાયો. બંગાળમાં ED વિરુદ્ધ બે અલગ અલગ FIR દાખલ કરવામાં આવી છે.
મામલો પહોંચ્યો છે કોર્ટમાં
આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે. ટીએમસીએ કોર્ટને ઇડીની કાર્યવાહીને ગેરકાયદેસર જાહેર કરવા અને તમામ ગુપ્ત પક્ષ દસ્તાવેજો તાત્કાલિક પરત કરવાનો નિર્દેશ આપવા જણાવ્યું છે. અગાઉના દિવસે, ઇડીએ એક અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે દરોડા બંગાળ કોલસા ખાણ કૌભાંડ સાથે જોડાયેલા છે અને મમતા બેનર્જી પર સત્તાવાર તપાસમાં "અવરોધ" કરવાનો આરોપ લગાવ્યો હતો. મમતા બેનર્જીએ આજે, શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના દરોડા સામે વિરોધ કૂચની જાહેરાત કરી છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત અને ચૂંટણી પહેલા ટીએમસીને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.










