ભારતીય રેલવેએ 24 ટ્રેનોને 3 મહિના માટે કેન્સલ કરી દીધી છે. એટલે કે તે ટ્રેનો હાલ નહી ચાલે. આ સાથે જ 28 ટ્રેનોને પણ ઓછી કરી દીધી છે. જે રૂટ પર ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તેમાં પટના, પ્રયાગરાજ, હાવડા, અમૃતસર, કામાખ્યા, કોલકાતા, અજમેર અને અંબાલા સહિત અનેક રૂટ્સ સામેલ છે.


જો તમે રેલ યાત્રી છો અને અનેક વખત દિલ્હી, પંજાબ, યુપી અથવા બિહાર અવર જવર રહે છે તો તમારાં માટે એક જરૂરી માહિતી છે. ભારતીય રેલવેએ આ રૂટની 24 ટ્રેનોને 3 મહિના માટે કેન્સલ કરી દીધી છે અને સાથે જ 28 ટ્રેનના ફેરા પણ ઓછાં કરી દીધા છે.

ભારતીય રેલવેએ આ નિર્ણય વધતા ધુમ્મસને કારણે લીધો છે. વધી રહેલી ઠંડીની વચ્ચે ધુમ્મસની ચાદર વધુ ધૂંધળી થઇ રહી છે. જેણે રેલવેની સ્પીડને ઓછી કરી દીધી છે. હકીકતમાં, ઠંડીની સિઝનમાં ધુમ્મસને કારણે વિઝબિલિટી ઓછી થતી જાય છે. જેનાથી દુર્ઘટનાઓની આશંકા વધી જાય છે. એવામાં આવી સ્થિતિમાં, સાવચેતીના પગલા તરીકે, ભારતીય રેલ્વેએ કેટલીક ટ્રેનોનું સંચાલન 3 મહિના માટે બંધ કરી દીધું છે અને કેટલીક ટ્રેનોની ફ્રીક્વન્સી ઘટાડી દીધી છે.

ક્યાં રૂટ્સ વધારે થશે પ્રભાવિત

પટણા, પ્રયાગરાજ, હાવડા, અમૃતસર, કામાખ્યા, કોલકાતા, અજમેર અને અંબાલા સહિત અનેક જગ્યાના રૂટ્સ પર ટ્રેન રદ્દ કરવામાં આવી છે. એટલે કે દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને અસમ સહિત અનેક રાજ્યોના રેલયાત્રી આનાથી પ્રભાવિત થશે. .

ટ્રેનો કેટલા સમય સુધી પ્રભાવિત રહેશે?

આ ટ્રેનો 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી દરમિયાન રદ કરવામાં આવશે. જો તમે આ સમય દરમિયાન આ રૂટ પર મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તૈયાર રહો.

રદ થયેલી ટ્રેનોની યાદી (Trains Fully Cancelled)

-14112 પ્રયાગરાજ જં.–મુઝફ્ફરપુર એક્સપ્રેસ – 01.12.25 થી 25.02.26 સુધી

-14111 મુઝફ્ફરપુર–પ્રયાગરાજ જં. એક્સપ્રેસ – 01.12.25 થી 25.02.26 સુધી

-22198 વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)–કોલકાતા એક્સ. – 05.12.25 થી 27.02.26 સુધી

-22197 કોલકાતા–વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) એક્સ. – 07.12.25 થી 01.03.26 સુધી

-12327 હાવડા–દેહરાદૂન ઉપાસના એક્સપ્રેસ – 02.12.25 થી 27.02.26 સુધી

-12328 દેહરાદૂન–હાવડા ઉપાસના એક્સપ્રેસ – 03.12.25 થી 28.02.26 સુધી

-14003 માલદા ટાઉન–નવી દિલ્હી એક્સપ્રેસ – 06.12.25 થી 28.02.26 સુધી

-14004 નવી દિલ્હી–માલદા ટાઉન એક્સપ્રેસ – 04.12.25 થી 26.02.26 સુધી

-14523 બરૌણી–અંબાલા હરિહર એક્સપ્રેસ – 04.12.25 થી 26.02.26 સુધી

-14524 અંબાલા–બરૌણી હરિહર એક્સપ્રેસ – 02.12.25 થી 24.02.26 સુધી

-14617 પૂર્ણિયા કોર્ટ–અમૃતસર જનસેવા એક્સપ્રેસ – 03.12.25 થી 02.03.26 સુધી

-14618 અમૃતસર–પૂર્ણિયા કોર્ટ જનસેવા એક્સપ્રેસ – 01.12.25 થી 28.02.26 સુધી

-15903 ડિબ્રૂગઢ–ચંડીગઢ એક્સપ્રેસ – 01.12.25 થી 27.02.26 સુધી

-15904 ચંડીગઢ–ડિબ્રૂગઢ એક્સપ્રેસ – 03.12.25 થી 01.03.26 સુધી

-15620 કામાખ્યા–ગયા એક્સપ્રેસ – 01.12.25 થી 23.02.26 સુધી

-15619 ગયા–કામાખ્યા એક્સપ્રેસ – 02.12.25 થી 24.02.26 સુધી

-15621 કામાખ્યા–આનંદ વિહાર એક્સપ્રેસ – 04.12.25 થી 26.02.26 સુધી

-15622 આનંદ વિહાર–કામાખ્યા એક્સપ્રેસ – 05.12.25 થી 27.02.26 સુધી

-12873 હટિયા–આનંદ વિહાર એક્સપ્રેસ – 01.12.25 થી 26.02.26 સુધી

-12874 આનંદ વિહાર–હટિયા એક્સપ્રેસ – 02.12.25 થી 27.02.26 સુધી

-22857 સંતરાગાછી–આનંદ વિહાર એક્સપ્રેસ – 01.12.25 થી 02.03.26 સુધી

-22858 આનંદ વિહાર–સંતરાગાછી એક્સપ્રેસ – 02.12.25 થી 03.03.26 સુધી

-18103 ટાટા–અમૃતસર એક્સપ્રેસ – 01.12.25 થી 25.02.26 સુધી

-18104 અમૃતસર–ટાટા એક્સપ્રેસ – 03.12.25 થી 27.02.26 સુધી


  • Follow us on: