ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ (12431) ના બે કોચમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના મધ્યપ્રદેશના રતલામથી લગભગ 110 કિલોમીટર દૂર બની છે. આ આગના કારણે મુસાફરોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. જાણકારી મુજબ, દિલ્હી-નિઝામુદ્દીન તરફ જઈ રહેલી આ ટ્રેનના બી-1 કોચમાં રવિવારે સવારે લગભગ 5:30 વાગ્યે લૂણી-વિક્રમગઢ વચ્ચે આગ લાગી હતી, જેના કારણે દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પ્રભાવિત થયો છે. જોકે, ગાર્ડે તરત જ લોકો પાયલટને આની જાણ કરી હતી, ત્યારબાદ ટ્રેનને તાત્કાલિક રોકવામાં આવી હતી. આ ઘટનાને કારણે ઘણી ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકવી પડી હતી.
મુસાફરોમાં ગભરાટ અને ટ્રેન વ્યવહાર પર અસર
અકસ્માતની ખબર મળ્યા બાદ કોટા રેલવે ડિવિઝનથી રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. ટ્રેનમાં આગ આગળના કોચ નંબર B1 માં લાગી હતી. કોચમાં 68 મુસાફરો હતા... ગણતરીની સેકન્ડોમાં જ આગ આખા કોચમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગવાની માહિતી ગાર્ડે સૌથી પહેલા લોકો પાયલટને આપી હતી. ત્યારબાદ ટ્રેનને રોકવામાં આવી અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. આ પછી ટ્રેનમાં હાજર આરપીએફ સ્ટાફ અને બીજા લોકોએ તરત જ કોચમાંથી મુસાફરોને ઉતારવાનું શરૂ કર્યું.
https://twitter.com/ndtvindia/status/2055841298930860118
