વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તેમની વિદેશ નીતિ, 'વસુધૈવ કુટુંબકમ'ના મૂલ્યો અને મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીને કારણે દુનિયાભરના દેશોએ તેમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી નવાજ્યા છે. આ સન્માનો માત્ર પીએમ મોદી માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની વાત છે.આવો જાણીએ અત્યાર સુધી પીએમ મોદીને કયા દેશોએ કયા સર્વોચ્ય સન્માનથી નવાઝ્યા છે.  

વૈશ્વિક સ્વીકૃતિ અને મજબૂત સંબંધો

પ્રધાનમંત્રી મોદીને મળેલા પુરસ્કારો એ વાતનો પુરાવો છે કે ભારત આજે વૈશ્વિક રાજકારણમાં એક નિર્ણાયક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. મધ્ય પૂર્વના દેશો હોય, પશ્ચિમી રાષ્ટ્રો હોય કે દક્ષિણ-પૂર્વ એશિયાના મિત્ર દેશો, તમામ પીએમ મોદીના નેતૃત્વની ક્ષમતા અને તેમના દ્વારા સ્થાપિત મૈત્રીપૂર્ણ સંબંધોનું સન્માન કરે છે.

પ્રતિષ્ઠિત સન્માનોની એક ઝલક:

યુરોપ અને રશિયા: ફ્રાન્સના 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર' અને રશિયાના 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ' જેવા સન્માનો દર્શાવે છે કે વૈશ્વિક મહાસત્તાઓ ભારત સાથેના સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.

મધ્ય પૂર્વના દેશો: સાઉદી અરેબિયાનો 'ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદ', યુએઈનો 'ઓર્ડર ઓફ ઝાયદ', બહેરીનનો 'કિંગ હમાદ ઓર્ડર' અને પેલેસ્ટાઇનનો 'ગ્રાન્ડ કોલર' એ ભારતની મધ્ય પૂર્વમાં વધતી રાજદ્વારી અને આર્થિક પહોંચની સાબિતી છે.

પ્રશાંત અને પડોશી દેશો: ઇન્ડોનેશિયાનું 'બિન્ટાંગ આદિપૂર્ણા', ભૂતાનનું 'ઓર્ડર ઓફ ધ ડ્રુક ગાયલ્પો' અને માલદીવનું 'ઓર્ડર ઓફ ઇઝુદ્દીન' એ પાડોશી અને વ્યૂહાત્મક ભાગીદારો સાથેના અતૂટ વિશ્વાસને દર્શાવે છે.

અન્ય મહત્વના સન્માનો: આ યાદીમાં ગ્રીસ, ફિજી, પપુઆ ન્યૂ ગિની, પલાઉ અને ડોમિનિકા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે, જે સાબિત કરે છે કે ભારતની મિત્રતા વિશ્વના ખૂણે-ખૂણે પહોંચી છે.

સન્માનનું મહત્વ

આ તમામ સન્માનો પ્રધાનમંત્રીના દ્રઢ સંકલ્પ અને ભારતની વધતી જતી આર્થિક અને સામાજિક શક્તિનો પડઘો છે. જ્યારે કોઈ દેશ તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કોઈ નેતાને સન્માનિત કરે છે, ત્યારે તે માત્ર વ્યક્તિનું નહીં પણ તે રાષ્ટ્રની સંસ્કૃતિ અને વિકાસની યાત્રાનું સન્માન હોય છે. પીએમ મોદીએ હંમેશા આ સન્માનોને દેશની ૧૪૦ કરોડની જનતાને સમર્પિત કર્યા છે, જે તેમની ઉદારતા અને રાષ્ટ્રપ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.


દેશ સન્માનનું નામ
ઇન્ડોનેશિયા બિન્ટાંગ આદિપૂર્ણા (Bintang Adipurna)
સાઉદી અરેબિયા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદ
યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ઓર્ડર ઓફ ઝાયદ
રશિયા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ
માલદીવ ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ ઇઝુદ્દીન
બહેરીન કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં
અફઘાનિસ્તાન સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લા ખાન
પેલેસ્ટાઇન ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન
ભૂતાન ઓર્ડર ઓફ ધ ડ્રુક ગાયલ્પો

ફ્રાન્સ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર
ઇજિપ્ત ઓર્ડર ઓફ ધ નાઇલ
ગ્રીસ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર
ડોમિનિકા ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર
ફિજી કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી
પપુઆ ન્યૂ ગિની કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ
પલાઉ એબાગલ એવોર્ડ
કયા દેશોએ કયા વર્ષમાં પીએમ મોદીનું સન્માન કર્યું?

2016- અફઘાનિસ્તાન,સાઉદી અરેબિયા

2018- પેલેસ્ટાઇન

2019- યુએઈ, બહેરીન, માલદીવ્સ

2020- અમેરિકા

2021 - ભૂટાન

2023- પાપુઆ ન્યુ ગિની, ફીજી, ગ્રીસ, ફ્રાન્સ, ઇજિપ્ત, પલાઉ, 

2024- નાઇજીરીયા, ડોમિનિકા, કુવૈત, ગુયાના, બાર્બાડોસ, રશિયા

2025-નામિબીઆ, બ્રાઝિલ, ત્રિનિદાદ અને ટોબેગો, ઘાના, સાયપ્રસ, શ્રીલંકા, મોરેશિયસ

2026- ઇન્ડોનેશિયા, સેશેલ્સ

આ પણ વાંચોઃ Indonesiaમાં પીએમ મોદીને સર્વોચ્ય સન્માન, કહ્યુ ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે સમજૂતીનો નવો અધ્યાય