મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે. સતત વરસી રહેલા વરસાદને પગલે પવિત્ર ક્ષિપ્રા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે નદી કિનારે આવેલો પ્રખ્યાત 'રામઘાટ' વિસ્તાર હાલમાં પૂરની ઝપેટમાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નદીના પાણી રામઘાટ પર આવેલા અનેક નાના-મોટા મંદિરોના ગર્ભમાં ઘૂસી ગયા છે, અને ઘાટનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.
ભારે વરસાદને પગલે ઘાટ પર ભરાયા પાણી
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વરસાદની ગતિ એટલી તીવ્ર છે કે ક્ષિપ્રા નદીના પાણી ખૂબ જ ઝડપથી ઘાટ પર ફરી વળ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરવા અને પૂજા-અર્ચના કરવા માટે આવે છે, પરંતુ હાલમાં પાણીનું સ્તર જોખમી સપાટી પર હોવાથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. નદી કિનારે આવેલા મંદિરોનું પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે ભક્તોની અવરજવર પણ અત્યંત જોખમી બની ગઈ છે.
https://twitter.com/ANI/status/2073626102065660258
