સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતનેની હરીશે યુએનએસસીને શસ્ત્રોની દાણચોરીને સરળ બનાવનારાઓ સામે શૂન્ય-સહિષ્ણુતા નીતિ અપનાવવા વિનંતી કરી છે. તેમનું નિવેદન દિલ્હીના લાલ કિલ્લાની બહાર કાર બોમ્બ વિસ્ફોટ પછી આવ્યું છે.

શસ્ત્રોના ઉપયોગને સરળ બનાવનારા સામે ઝીરો ટોલરન્સ 


સોમવારે તેમણે કહ્યું કે ભારત સરહદ પારથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે. જે સરહદ પારથી ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરીને ભારતને નિશાન બનાવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનેની હરીશે કહ્યું કે યુએન સુરક્ષા પરિષદે આવા શસ્ત્રોના ઉપયોગ અને સપ્લાયને સરળ બનાવનારાઓ સામે શૂન્ય-સહિષ્ણુતા નીતિ અપનાવવી જોઈએ.ભારત દાયકાઓથી આતંકવાદ સામે લડી રહ્યું છે. પરિણામે નાના હથિયારો અને ગોળા બારૂદને ગેરકાયદેસર રીતે પુરા પાડવાના અને તે આતંકવાદી જૂથોના હાથે લાગવાના ખતરાથી સંપૂર્ણ રીતે અવગત છે.

સોમવારે થયો હુમલો


નવી દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા વિસ્ફોટના કલાકો પછી પર્વતનેની હરીશે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આ નિવેદન આપ્યું હતું. દિલ્હી બ્લાસ્ટ કેસમાં 12 લોકો માર્યા ગયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક આ વિસ્ફોટ થયો હતો. ટ્રાફિક સિગ્નલ પર ધીમે ધીમે ચાલતી કાર અચાનક ધડાકાભેર અથડાઈ હતી.

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા હરીશે કહ્યું હતું કે ભારતને સરહદ પારના આતંકવાદને કારણે નુકસાન થયું છે, જેમાં ગેરકાયદેસર શસ્ત્રોનો ઉપયોગ શામેલ છે, જેમાં આપણી સરહદો પારથી દાણચોરી કરાયેલા ડ્રોનનો પણ સમાવેશ થાય છે.

ગુનેગારોને નહી છોડવામાં આવે- પીએમ મોદી 

આજે ભૂટાનની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલા વિશે વાત કરતા કહ્યું કે તેના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે હું આજે ખૂબ જ ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. પીએમ મોદીએ કહ્યું હું અસરગ્રસ્ત પરિવારોનું દુઃખ સમજું છું. આખો રાષ્ટ્ર તેમની સાથે ઉભો છે. હું ઘટનાની તપાસ કરી રહેલી તમામ એજન્સીઓના સંપર્કમાં છું. તેમણે કહ્યું કે અમારી એજન્સીઓ આ ષડયંત્રના તળિયે પહોંચશે. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે
  • Follow us on: