22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં જન્મેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમનો 62મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શરદ પૂર્ણિમાના દિવસે જન્મ થવાને કારણે તેમના બુઆએ તેમનું નામ 'પૂનમ' રાખ્યું હતું અને બાળપણમાં તેમને આ જ નામથી બોલાવવામાં આવતા હતા. અમિત શાહે ખુદ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ નામ પાછળ કોઈ વિશેષ કારણ નહોતું, પરંતુ ગામડાઓમાં આવું સામાન્ય હોય છે. આ સિવાય, જ્યારે તેઓ માત્ર 11 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર તેમને અમેરિકા મોકલવા માંગતો હતો, પરંતુ તેમણે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો કે તેઓ ભારત છોડશે નહીં અને દેશમાં જ રહીને લડત આપશે.

RSSથી લઈને ભાજપના 'ચાણક્ય' બનવા સુધીની સફર

અનિલચંદ્ર શાહ અને કુસુમબેનના ઘરે જન્મેલા અમિત શાહના મૂળ ગુજરાતના માણસા સાથે જોડાયેલા છે. માત્ર 14 વર્ષની નાની ઉંમરે જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાઈ ગયા હતા અને બાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની મિત્રતા 80ના દશકથી છે. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે અમિત શાહને ગૃહમંત્રીની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ, તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને વર્ષ 2020 સુધી પાર્ટીનું સફળ નેતૃત્વ કર્યું. હાલમાં તેઓ ગુજરાતની ગાંધીનગર લોકસભા બેીથી સાંસદ છે.

https://x.com/sandeshnews/status/2113136222076084658?s=20

પંજાબ પ્રવાસ અને 'નશા મુક્ત' અભિયાન સાથે ખાસ જોડાણ

જન્મદિવસના થોડા દિવસો અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંજાબના પ્રવાસે હતા જ્યાં તેમણે એન્ટી ડ્રગ એક્ટિવિસ્ટ પરવિન્દર સિંહ ઝોટાના પરિવાર સાથે મુલાકાત કરી હતી, જેમની તાજેતરમાં હત્યા કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન લુધિયાણના ઐતિહાસિક દરેસી ગ્રાઉન્ડમાં યોજાયેલા દશેરા કાર્યક્રમમાં રાવણ' દહન કરવામાં આવ્યું હતું, જે તેમના 'નશા મુક્ત પંજાબ' અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રાજકારણની બારીકાઈઓ બરાબર જાણનાર અમિત શાહ આજે પણ દેશની સુરક્ષા અને રાજનીતિમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યા છે.

આ પણ વાંચો : Suratમાં છુપાવ્યા હતા હથિયાર અને મોબાઈલ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો...