Uttar pradesh: યુપી એટીએસએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે મદરેસાના નામે દાન એકત્રિત કર્યું હતું અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ભંડોળ પહોંચાડ્યું હતું. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ 24 વર્ષીય મોહમ્મદ ઝફર તરીકે થઈ છે. તે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળે છે. યુપી એટીએસએ 16 ઓગસ્ટના રોજ ઝફરની ધરપકડ કરી હતી અને ધરપકડ અંગેની વિગતો આજે જાહેર કરવામાં આવી હતી. એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઝફર પર મદરેસાના નામે દાન એકત્રિત કરવાનો અને પાકિસ્તાનમાં પૈસા મોકલવાનો આરોપ હતો.

