ઉત્તર પ્રદેશના ન્યાયિક ક્ષેત્રમાં આજે ત્યારે ભારે ખળભળાટ મચી ગયો જ્યારે લખનૌ, અયોધ્યા અને વારાણસી (કાશી) સહિત રાજ્યના 19 જિલ્લાઓની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી મળી. આ ઘટનાના પગલે સમગ્ર રાજ્યના પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને તમામ અસરગ્રસ્ત કોર્ટ પરિસરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


ધમકીભર્યો ઇમેઇલ અને ચોંકાવનારો દાવો

મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યો ઇમેઇલ સીધો જિલ્લા ન્યાયાધીશના સત્તાવાર આઇડી પર મોકલવામાં આવ્યો હતો. હિન્દી ભાષામાં લખાયેલા આ ઇમેઇલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે, "આજે બપોરે 1:30 વાગ્યે શુક્રવારની નમાજ બાદ તમામ કોર્ટ પરિસરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જો શક્ય હોય તો પોતાને બચાવી લો." આ ગંભીર ધમકી મળતા જ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું.

પરિસર ખાલી કરાવાયા અને સુરક્ષામાં વધારો

ધમકીની જાણ થતાં જ લખનૌની કૈસરબાગ સિવિલ કોર્ટ અને અન્ય જિલ્લા અદાલતોમાં કામકાજ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યું હતું. વકીલો, અરજદારો અને કોર્ટના સ્ટાફને તાકીદે સુરક્ષિત સ્થળે ખસેડી પરિસર ખાલી કરાવાયું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને LIU (Local Intelligence Unit) ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ખૂણેખૂણાની તપાસ શરૂ કરી છે. કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને દરેક આવનાર વ્યક્તિનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ

લખનૌ સિવિલ કોર્ટમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને CO સિટી પોતે સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખી રહ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJM) એ પણ સુરક્ષા પ્રોટોકોલનો હવાલો સંભાળી લીધો છે. પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે.

આ પણ વાંચોઃ EPFOની મોટી ભેટ, એપ્રિલમાં લોન્ચ થશે નવી મોબાઇલ એપ, હવે UPI થી થશે PF ટ્રાન્સફર


  • Follow us on: