ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યનું અત્યાર સુધીનું મોટું બજેટ 2026-27ને રજૂ કર્યું છે, જેમાં 'હાર્ડ પાવર' વિઝનનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે. ગુરૂવારે મુખ્યપ્રધાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું કવર ઈમેજ બદલીને બ્રહ્મોસ મિસાઈલની સાથે પોતાની તસ્વીર અપલોડ કરી છે. જેને રાજકીય અને રણનીતિક સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
બજેટ રજૂ થયા બાદ CMએ આપ્યા મોટા સંકેત
આ પગલું નવા યુપીની વધતી તાકાતના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાને આ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે ઉત્તર પ્રદેશ હવે માત્ર વિકાસ અને રોકાણનું કેન્દ્ર જ નથી પણ દેશની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાનો પણ મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. ખાસ કરીને લખનઉંમાં બ્રહ્મોસ મિસાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપનાએ રાજ્યને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદનના નક્શા પર મજબૂત ઓળખ અપાવી છે.













