ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પવિત્ર શહેર પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ગંભીર ભય પેદા થયો છે. બંને નદીઓના જળસ્તરમાં થયેલા ભારે ઉછાળાને કારણે સંગમસ્થિત પ્રસિદ્ધ બડે હનુમાનજી મંદિર સુધી પાણી પહોંચી ગયું છે. પાણીના સ્તરમાં સતત થઈ રહેલા વધારાને કારણે એવી ધાર્મિક અટકળો શરૂ થઈ છે કે માતા ગંગા ટૂંક સમયમાં મંદિરમાં પ્રવેશ કરીને હનુમાનજીને પવિત્ર સ્નાન કરાવી શકે છે.
https://twitter.com/73ps_/status/2091753472396075359
વરુણા નદીના પાણી બંને કાઠે વહેવા લાગ્યા
પ્રયાગરાજ સિવાય કાશી (વારાણસી) માં પણ ગંગા અને તેની સહાયક નદી વરુણા નદીના પાણી કાંઠા ઓળંગીને વહેવા લાગ્યા છે. વરુણ કોરિડોર અને તેની આસપાસના અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી સીધા ઘરોની અંદર ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
