ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના એક કોચિંગ સેન્ટરમાં અજાણ્યા કારણોસર ભયાનક વિસ્ફોટ થયો છે, જેમાં 2 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 6 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી આસપાસનો વિસ્તાર હચમચી ગયો. પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે.













