ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. મળતી માહિતી મુજબ નવા આગ્રાના નાગલા બુધી વિસ્તારમાં એક ઝડપી કારે ઘરની બહાર બેઠેલા લોકોને કચડી નાખ્યા, જેમાં 5 લોકોના મોત થયા અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતને લઈને ભારે અફરાતફરી મચી ગઈ છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.













