સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને ડ્યુઅલ પાસપોર્ટ કેસમાં રાહત મળી છે.

ડ્યુઅલ પાસપોર્ટ કેસ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના પુત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને ડ્યુઅલ પાસપોર્ટ કેસમાં મોટી રાહત મળી છે. સાંસદ-ધારાસભ્ય સેશન્સ કોર્ટે તેમની અપીલ સ્વીકારી છે. મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી 7 વર્ષની સજા રદ્દ કરી છે અને કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ માહિતી અબ્દુલ્લા આઝમ ખાનના વકીલ નાસિર સુલતાન દ્વારા આપવામાં આવી હતી.

અબ્દુલ્લા ખાનને રાહત

અબ્દુલ્લા આઝમ ખાનને તાજેતરમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ડ્યુઅલ પાસપોર્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમના પક્ષે આ નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુનાવણી કરતા, સાંસદ-ધારાસભ્ય સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો, અબ્દુલ્લા ખાનની અપીલ સ્વીકારી અને તેમને કેસમાંથી સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા. આ નિર્ણયથી અબ્દુલ્લા ખાનને રાહત મળી છે

બે પાસપોર્ટ મેળવવાનો આરોપ

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન પર બે પાસપોર્ટ છેતરપિંડીથી મેળવવાનો આરોપ હતો. ડિસેમ્બર 2025માં, એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. આરોપ હતો કે, અબ્દુલ્લા આઝમ ખાને બે અલગ અલગ પાસપોર્ટ મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. દરેક પાસપોર્ટમાં અલગ અલગ જન્મ તારીખ હતી. 5 ડિસેમ્બર, 2025ના રોજ, એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા અને સાત વર્ષની જેલ અને દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચોઃ અરબ સાગરમાં અમેરિકાના 20 યુદ્ધ જહાજ તૈનાત, ગલ્ફ ક્ષેત્રમાં પકડ મજબૂત કરવા તૈયારી