ઉત્તર પ્રદેશના શહેરોને ડેવલપ કરવા માટે 2026 થી 2031 સુધી એક મોટી યોજના બનાવવામાં આવી છે. આ યોજના પર કુલ 1.29 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનો હેતુ શહેરોને વધારે સ્વચ્છ,સુરક્ષિત અને આધુનિક તેમજ પર્યાવરણને અનુકુળ બનાવવાનો છે. હાલમાં આ યોજના કેન્દ્ર સરકારને બતાવવામાં આવી છે. જેમાં આવનારા પાંચ વર્ષની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. 


જેમાં રસ્તાઓ, નાળાઓ અને બીજા અનેક માળખાઓને સુધારવાની સાથે સાથે લોકોનું જીવન સરળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આ યોજનામાં બાળકો, મહિલાઓ, બુઝુર્ગો અને જાનવરોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે ટેકનોલોજી અને પર્યાવરણ સાથે જોડાયેલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 

આ યોજનાનો સૌથી મોટો ભાગ શહેરોમાં રસ્તાઓનું નેટવર્ક બનાવવાનો છે. જેના માટે 30 હજાર કરોડ ખર્ચ કરવામાં આવશે. તેનાથી શહેરોની અંદર આવવા જવા માટે સરળતા રહેશે અને નજીકના સ્થળોનું પણ જોડાણ થશે. વ્યપાર અને રોજગારના નવા રસ્તાઓ ખુલશે. શહેરોમાં પાણીના ભરાવને રોકવા માટે 27,500 કરોડની ડ્રેનેજ યોજના બનાવી છે. આ યોજના વરસાદના પાણીને યોગ્ય રીતે કાઢવામાં મદદ કરશે. સાફ-સફાઈ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 15,000 કરોડ શૌચાલય સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં કામ આવશે.

આ સિવાય 990 કરોડના ખર્ચે ઈલેકટ્રિક સ્મશાન ઘાટ બનાવવામાં આવશે. જેનાથી પ્રદુષણ દુર કરવામાં મદદ મળશે. 17 મોટા શહેરો અને 3 એનસીઆર ક્ષેત્રોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે 3120 કરોડ ખર્ચ કરવામાં આવશે. જેનો હેતુ લોકોને સ્વચ્છ અને સુરક્ષિત હવાન આપવાનો છે. 



 





  • Follow us on: