ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટના બની. ભારે વરસાદના કારણે નીતી ઘાટીમાં આવેલા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. તેજ પ્રવાહના કારણે મલારીથી આગળ નાળા પર બનેલો પુલ પણ તણાઈ ગયો હતો, જેના કારણે નીતી ઘાટી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે.

https://twitter.com/ANINewsUP/status/2086800692828844316

BROનો કર્મચારી હજુ લાપતા

આ દુર્ઘટનામાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)ના એક કર્મચારી પણ પાણીના પ્રવાહમાં તણાયા હોવાની માહિતી મળી છે. કર્મચારી હજુ લાપતા છે અને તેની શોધખોળ માટે રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ સુધી કોઈ જાનહાનિની સત્તાવાર માહિતી સામે આવી નથી.

SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે

દિવસ દરમિયાન થયેલા ભારે વરસાદથી સ્થાનિક ઘરો અને ખેતીના ખેતરોને પણ નુકસાન થયું છે. ચમોલી પોલીસે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ, વહીવટી તંત્ર, SDRF અને NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. નાળાની આસપાસ રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Rahul Gandhi Photo Controversy: 'ક્યાંની છે, ક્યારની અને સાથે કોણ?', રાહુલ ગાંધીના ફોટો પર Giriraj Singhએ ઉઠાવ્યા સવાલ