દહેરાદુનમાં વાદળ ફાટવાથી પાણી ભરાઇ ગયા છે અને તબાહી મચાવી દીધી છે. પ્રસિદ્ધ પર્યટન સ્થળ સહસ્ત્રધારાએ કાર્લીઘાટમાં આફત આવી છે, જેના કારણે આજે 12 ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટપકેશ્વર મંદિર પરિસરમાં 2 ફૂટ કાટમાળ ફસાઇ ગયો છે. દુકાનો, મકાનો અન હોટલમાં ભારે નુકસાન થયુ છે. દહેરાદુન-હરિદ્વાર હાઇવે પર પુલ ધરાશાઇ થઇ ગયો છે. CM ધામીએ ટ્વીટ કરીને આફતની જાણકારી આપી છે.


વહેલી સવારે 5 વાગ્યે આવ્યો પૂરનો પ્રવાહ

આફતનો વરસાદ આખી રાત વરસતા વહેલી સવારે તમસા નદીમાં અચાનક જ જળસ્તર વધવા લાગ્યુ અને નદી બે કાંઠે વહેતી થઇ, સમગ્ર વિસ્તારે જાણે કે જળસમાધી લઇ લીધી, આ તબાહીએ રસ્તામાં આવતી દુકાનો મકાનો કોઇને ન છોડ્યા અને ભયંકર નુકસાન કર્યુ, અચાનક આવેલા પૂરથી 2 લોકો ગુમ થયાના સમાચાર છે. હજુ તો જેમ જેમ સમય જશે તબાહી વધતી જશે એવુ લાગી રહ્યુ છે ઘટના પછી, SDRF અને NDRFની ટીમો ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોને રાત્રે જ સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા જો કે આફત એટલી મોટી છે કે તમામ લોકો સુધી પહોચવુ શક્ય જ નથી.

ટપકેશ્વર મંદિરને ભારે નુકસાન

દહેરાદૂનમાં આવેલ પ્રસિદ્ધ ટપકેશ્વર મંદિરને ભારે નુકસાન થયુ છે. તમસા નદીનું જળસ્તર વધતા ટપકેશ્વર શિવલિંગ મંદિર પરિસરમાં 2-2 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા અને મંદિર પરિસરને ખુબજ નુકસાન થયુ છે. કુદરતી આફત સામે માનવી વામણો અને લાચાર લાગી રહ્યો છે. જો કે કેટલુ નુકસાન થયુ છે તે જાણવુ હાલતો મુશ્કેલ છે. 

  • Follow us on: