ચમોલીના જોશીમઠના હેલંગ પાસે અલકનંદા નગીના કિનારે નિર્માણાધીન વિષ્ણુગાડ પીપલકોટી જળવિદ્યુત પરિયોજનાની ડાયવર્ઝન સાઇટ પર શુક્રવારે મોડી રાત્રે એક અકસ્માત થયો. જેમાં THDCના આ પ્રોજેક્ટની ડેમ સાઇટ પર ભુસ્ખલન થયુ જેમાં મોટા મોટા પથ્થરો પડવાથી 12 શ્રમિકો ઇજાગ્રસ્ત ગયા છે. આ ઘટનાથી અફરાતફરી મચી ગઇ..

મચી અફરાતરફરી 
એક અધિકારીએ જણાવ્યુ કે નિર્માણાધીન વિષ્ણુગાડ પીપલકોટી હોઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઇટ પર ડાયવર્ઝન નિર્માણ કાર્ય દરમિયાન ભૂસ્ખલન થતા અચાનક પહાડો પરનો એક ભાગ તૂટીને નીચે પડ્યો. જેનાથી ત્યાં કામ કરી રહેલા શ્રમિકોમાં અફરાતફરી મચી ગઇ. શ્રમિકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો પરંતુ 12 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા . તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવાયા છે.

200 શ્રમિકો કરી રહ્યા હતા કામ
હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સંચાલિત ડેમ સાઇટ પર ઘટના સમયે 200 શ્રમિકો કામ કરી રહ્યા હતા. સ્થાનિક પ્રશાસન અને નિષ્ણાંતોનું માનવુ છે કે ચમોલીમાં સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. વરસાદને કારણે માટી અને પથ્થરો નબળા પડી જાય એટલે આવી ઘટના બને છે. અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી.  
  • Follow us on: