હરિયાણા, ફરીદાબાદ અને દિલ્હીથી પ્રવાસીઓને લઈ જતી ટ્રાવેલર અકસ્માતનો ભોગ બની હતી. 

અકસ્માત થતા હોબાળો મચ્યો 

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં મોટો અકસ્માત થયો હતો. મુક્તેશ્વરમાં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માત સમયે તેમાં 22થી વધુ લોકો સવાર હતા. પોલીસ અને SDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને કોતરમાંથી બહાર કાઢીને CHC રામગઢ લઈ જવામાં આવ્યા હતા. અચાનક થયેલા અકસ્માતથી ઘટનાસ્થળે હોબાળો મચ્યો હતો. 

મુક્તેશ્વર જતા થયો અકસ્માત 

એવું જણાવવામાં આવી રહ્યું છે કે ટેમ્પો ટ્રાવેલર ભવાલીથી મુક્તેશ્વર જઈ રહ્યું હતું. રામગઢના લક્ષ્મીખાન ચોકથી લગભગ એક કિલોમીટર દૂર, ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો. ત્યારબાદ ટેમ્પો ટ્રાવેલર પેરપેટ તોડીને ઊંડી ખાડીમાં પડ્યુ હતુ. સદનસીબે, વાહન નીચે ઝાડમાં ફસાઈ ગયું. જો અકસ્માત અન્યત્ર થયો હોત, તો કોઈ મોટી ઘટના બનવાની શક્યતા નકારી શકાય નહીં. ભારે વરસાદમાં બચાવ કામગીરી શરૂ કરાઇ છે. ભવાલી કોતવાલી પોલીસ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

છ લોકોની હાલત ગંભીર 

20 લોકોને બચાવી લેવામાં આવ્યા, 6 લોકોની હાલત ગંભીર, એક વાહન નીચે ફસાયેલા છે. ખાડાની ઊંડાઈને કારણે, ઘાયલોને બહાર કાઢવા મુશ્કેલ હતા. ખૂબ જ મહેનત પછી, સૈનિકો ખાઈમાં ઉતર્યા અને ઘાયલોને એક પછી એક બહાર કાઢ્યા અને રસ્તા પર લાવ્યા. ત્યારબાદ બધા ઘાયલોને રામગઢના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે. ગંભીર રીતે ઘાયલ છ લોકોને ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન BRICS સમિટમાં ભાગ લેવા આવશે દિલ્હી