નૈનીતાલ ખાતે કેંચી ધામની નજીક ગઈ રાતે મોટો માર્ગ અકસ્માત થયો. અલ્મોડાથી હલદ્વાની જતાં બારાતીઓની કાર અચાનક નિયંત્રણ ગુમાવીને લગભગ 60 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.જાણકારી મળતા SDRF અને સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળ તરફ રવાના થઈ.

અંધારામાં બચાવ કામગીરી વધુ મુશ્કેલ હતી

શનિવાર (22 નવેમ્બર) મોડી રાત્રે ખૈરનાની પોલીસ ચૌકીને જાણકારી મળી કે કેંચી ધામ પાસે એક SUV ખાઈમાં પડી ગઈ છે. જાણકારી મુજબ કારમાં 4 લોકો સવાર હતા. SDRF પોસ્ટ ખૈરનામાંથી નિરીક્ષક રાજેશ જોશીના નેતૃત્વમાં ટીમ તરત જ સ્થળ પર પહોંચી. ‘રતીઘાટ’ નામના સ્થળે ગાડી ઊંડી ખીણમાં પડી હતી. આ સ્થળે SDRF ટીમને ભારે પડકારનો સામનો કરવો પડ્યો. ખીણ ખૂબજ ઉંડી હતી, પહાડી વિસ્તારમાં ઊબડખાબડ હતુ અને રાત્રિના ઘટ્ટ અંધારામાં બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવી રહ્યું હતું. તેમ છતાં જવાનો એ સમય બગાડ્યા વિના રેસ્ક્યૂ શરૂ કર્યુ. ગાડી સુધી પહોંચવા ટીમને દોરીઓ અને સ્ટ્રેચરની મદદ લેવી પડી.

3ના મોત, એક વ્યક્તિ ઘાયલ

રેસ્ક્યૂ ટીમને ખીણમાં એક ઘાયલ વ્યક્તિ ઘાયલ મળ્યો, જેને સુરક્ષિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યો. ઘાયલની ઓળખ મનોજ કુમાર, નિવાસી અલ્મોડા તરીકે થઈ છે. અકસ્માતમાં અન્ય ત્રણ લોકોનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. SDRF ટીમે ઊંડા ખાડામાંથી મૃતદેહોને બહાર કાઢીને સ્થાનિક પોલીસને સોપ્યા. તમામ મૃતકોની ઓળખ થઈ ચૂકી છેસંજય બિષ્ટ, સુરેન્‍દ્ર ભંડારી, અને પુષ્કર ભૈસોડા. ત્રણેય અલ્મોડાના નિવાસી હતા.


બારાતની ખુશી શોકમાં બદલાઈ ગઈ

જે લોકો બારાતમાં સામેલ થવા જઈ રહ્યા હતા, તેમને સહેજ પણ અંદાજ નહોતો કે થોડા જ સમય બાદ ખુશીની સફર શોકમાં ફેરવાઈ જશે. ગામ લોકોએ SDRFની કામગીરીની પ્રશંસા કરી અને જણાવ્યું કે રાત્રિના અંધકારમાં બચાવ કાર્ય કરવું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ ટીમે સંપૂર્ણ તત્પરતાથી રેસ્ક્યૂ પૂર્ણ કર્યો.




  • Follow us on: