ઉત્તરાખંડમાં કુદરતી કહેરની સ્થિતિ જેમની તેમ છે. જમીન ધસી રહી છે. પાણીનું સ્તર વધી રહ્યુ છે. રસ્તાઓ બંધ છે. અને જન-જીવન ખોરવાયુ છે. જેનાલ કારણે ભારે નુકસાન જોવા મળી રહ્યુ છે. પૂરના કારણે મોટી સંખ્યામાં લોકો ગુમ થયા છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

નદીઓમાં આવ્યા નવા નીર

ઉત્તરકાશીમાં જાણે કુદરત કોપાયમાન થયુ છે. તેમ લાગી રહ્યુ છે. ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. તો જળાશયોમાં પાણીનું સ્તર વધી રહ્યુ છે. 15 કલાકથી વધુ રસ્તાઓ બંધ છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. અને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. ગંગોત્રી હાઇવે, ધરાસૂ નાલૂપાની પાસે 15 કલાકથી વધુ સમય કરતા ટ્રાફિક જામ છે. ભેખડો ધસી પડતા તંત્રે રાહત કાર્ય શરુ કર્યુ છે. 12 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.

ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ

જનપદમાં ટેલિફોન સેવા પ્રભાવિત થઇ છે. જેના કારણે યોગ્ય મદદ મળી શકતી નથી. લેન્ડસ્લાઇડના કારણે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. મૂશળધાર વરસાદની વચ્ચે હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. સ્થાનિકોને સતર્ક રહેવા જણાવ્યુ છે. દેહરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, અલ્મોડા વગેરે સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. PWD, PMGSYનું તંત્ર માર્ગ ખોલવા માટે સતત કાર્યરત છે.

ગામડાઓ થયા સંપર્ક વિહોણા

રુદ્રપ્રયાગમાં ભારે આપદાના કારણે દયનીય સ્થિતિ સર્જાઇ છે. અહીં લોકો ઘર વિહોણા થયા છે. તો કેટલા ગામડાઓ સંપર્ક બહાર છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા હોડીઓ દેખાઇ રહી છે. માર્ગ તૂટી જવાના કારણે તંત્ર મદદ પહોંચાડવામાં મુશ્કેલીઓ અનુભવી રહ્યુ છે. ભેખડો ધસી પડતા ધૂળના ગોટે-ગોટા જોવા મળે છે. તંત્રે સ્થાનિકોને સુરક્ષિત સ્થળે મોકલવા માટે તજવીજ હાથ ધરી છે. 

  • Follow us on: