ઉત્તરાખંડના રુદ્રપુરમાં આયોજિત 'ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ'માં ભાગ લીધો હતો. તેમણે 1271 કરોડ રૂપિયાના પાંચ વિકાસના કાર્યોનુ ઉદ્ઘાટન અને 14 શિલાન્યાસ કર્યો હતો.  આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં રાજ્યના વિકાસ કાર્યોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જે લોકો એક સમયે કહેતા હતા કે નાના રાજ્યોનું ભવિષ્ય ઉજ્જવળ નહીં હોય. આજે એ જ ઉત્તરાખંડ વિકાસના શિખર પર પહોંચી રહ્યું છે. શાહે કહ્યું કે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ બચાવી લીધો હતો અને હવે તે લગભગ પૂર્ણ થઈ ગયો છે, જેના કારણે ચારધામ યાત્રા આખું વર્ષ ચાલુ રહી શકશે.

અમિત શાહનો કોંગ્રેસ પર નિશાન
કોંગ્રેસ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે જ્યારે ઉત્તરાખંડના લોકો રાજ્યની માંગણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ઉત્તરાખંડ ભાજપ અને અટલ બિહારી વાજપેયી દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમણે કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી - 'જ્યારે રાજ્યનું ભલુ થઇ રહ્યું હોય ત્યારે ત્યારે હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીં તો જે કંઈ અવશેષો
દેખાય છે તે પણ અદૃશ્ય થઈ જશે


ઓલ વેધર રોડના મુદ્દા પર પણ નિવેદન આપ્યું
અમિત શાહે કહ્યું કે જ્યારે કેટલાક કાર્યકરો ઓલ વેધર રોડ પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મોદી સરકારે પોતાના વકીલોને સુપ્રીમ કોર્ટમાં મોકલીને આ પ્રોજેક્ટને રોકવા દીધો નહીં. પરિણામે આ રોડ પ્રોજેક્ટ હવે સફળતાપૂર્વક ચારધામ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં સંપૂર્ણપણે કાર્યરત થશે. આનાથી પ્રવાસીઓ આખું વર્ષ ઉત્તરાખંડ આવી શકશે.



  • Follow us on: