ઉત્તરાખંડમાં ફરી એક વખત વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. દેહરાદુન, ટિહરી, રુદ્ર પ્રયાગ, નૈનીતાલ અને બાગેશ્વરમાં આજે 17 જુલાઈ 2025ના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આ જીલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, આજે હવામાન થોડુ ખરાબ રહેશે, બાકીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડના હવામાન વિભાગના નિર્દેશક ડો. વિક્રમ સિંહે જણાવ્યું હતું વરસાદની એક અઠવાડિયા સુધી અસર રહી શકે છે. જો તમે પહાડોમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો એક વખત હવામાન વિભાગનું એલર્ટ જોઈ લેજો. તમને જણાવી દઈએ કે વરસાદને કારણે અહીં જનજીવન ખોરવાઈ ગયું છે. એવામાં વન વિભાગના એલર્ટે લોકોની ચિંતા વધારી દીધી છે.













