ખરાબ હવામાન અને 27 ઓગસ્ટના રોજ થયેલા ભૂસ્ખલનના કારણે કટરામાં શ્રદ્ધાળુઓ ફસાયા હતા, જેના કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા સતત સાતમા દિવસે પણ સ્થગિત રહી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટનાના કારણોની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સમિતિ બે અઠવાડિયામાં પોતાનો અહેવાલ સુપરત કરશે જેથી વૈષ્ણોદેવી યાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થામાં સુધારો કરી શકાય.
સતત સાતમા દિવસે યાત્રા સ્થગિત
ખરાબ હવામાન અને રૂટ પર સુરક્ષાને કારણે સોમવારે વૈષ્ણોદેવી યાત્રા સતત સાતમા દિવસે પણ સ્થગિત રહી. કટરા ખાતેનો બેઝ કેમ્પ નિર્જન જોવા મળ્યો હતો અને યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. આજે સવારે હવામાનમાં થોડો સુધારો થયો હતો, જેના કારણે યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થવાની આશા જાગી છે.
અમિત શાહ લઇ શકે છે મુલાકાત
જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને સંબંધિત એજન્સીઓ પાસેથી મંજૂરી મળ્યા પછી જ અવરજવરને મંજૂરી આપવામાં આવશે. તો બીજી તરફ એવી પણ માહિતી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુની મુલાકાત લેવાના છે. તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે અને બાદમાં રાજભવનમાં પૂરની પરિસ્થિતિ પર બેઠક કરશે.
કોણ કોણ છે સમિતિમાં ?
આ ઘટનાની તપાસને લઇને એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. જમ્મુ અને કાશ્મીરના જળ શક્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ શાલીન કાબરા આ સમિતિનું નેતૃત્વ કરશે જેમાં ડિવિઝનલ કમિશનર અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, જમ્મુ પણ શામેલ છે. એક સત્તાવાર આદેશ મુજબ સમિતિમાં ડિવિઝનલ કમિશનર અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, જમ્મુ પણ શામેલ છે. સમિતિને વિગતવાર તપાસ કરવા અને બે અઠવાડિયામાં લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાને તેનો અહેવાલ સુપરત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ (SMVDSB) ના અધ્યક્ષ પણ છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ સમિતિ ઘટનાના કારણોની વિગતવાર તપાસ કરશે.બચાવ અને રાહત પગલાંના રૂપમાં પ્રતિભાવોનું મૂલ્યાંકન કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે યોગ્ય SOP અને પગલાં સૂચવશે.










