તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં રવિવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. અભિનેતામાંથી રાજકારણી બનેલા તમિલ વેટ્રી કઝગમ (TVK) ના વડા સી. જોસેફ વિજયે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત આ ભવ્ય સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજય અને તેમના નવ મંત્રીઓને પદના શપથ લેવડાવ્યા હતા.

રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ

આ શપથ ગ્રહણ સમારોહની સૌથી ખાસ વાત એ રહી કે તેમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. સમારોહની શરૂઆત અને અંત એમ બે વાર આખા 'વંદે માતરમ'નું ગાન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે તમિલનાડુના રાજકારણમાં પ્રાદેશિક ગીતોનું વર્ચસ્વ વધુ રહેતું હોય છે, પરંતુ વિજયના આ પગલાને સોશિયલ મીડિયા પર લોકો "નવું તમિલનાડુ" કહીને બિરદાવી રહ્યા છે. દેશભરમાં આ ઘટનાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો વિજયની રાષ્ટ્રવાદી વિચારધારાના વખાણ કરી રહ્યા છે.

https://twitter.com/Journo_niyas/status/2053342904517845046

દ્રવિડિયન રાજનીતિના પ્રભુત્વનો અંત

જોસેફ વિજયની સરકારની રચના સાથે તમિલનાડુમાં DMK અને AIADMK ના દાયકાઓ જૂના વર્ચસ્વનો અંત આવ્યો છે. રાજ્યના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ બિન-દ્રવિડ પક્ષે સરકાર બનાવી હોય. વિજયની આ જીતે સાબિત કરી દીધું છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. જોકે, સત્તા સંભાળ્યા બાદ વિજય માટે પહેલું લક્ષ્ય બહુમતી સાબિત કરવાનું છે, જેના માટે રાજ્યપાલે તેમને ૧૩ મે સુધીનો સમય આપ્યો છે.

https://twitter.com/ThiruSpeaks_X/status/2053343421772042294

https://twitter.com/Subash_tweetz/status/2053343488935432673

સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ

શપથ ગ્રહણ બાદ ઇન્ટરનેટ પર વિજયના સમર્થકો અને સામાન્ય જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુઝર્સે લખ્યું કે, "શપથ ગ્રહણની શરૂઆત અને અંત વંદે માતરમ સાથે થયો, તે સાંભળીને ગર્વ અને આનંદની લાગણી થાય છે." લોકો વિજયને 'જનતા નેતા' તરીકે સંબોધી રહ્યા છે.

https://twitter.com/Yogakshema_/status/2053343537086034416

આ પણ વાંચોઃ Vijay Thalapathy: તમિલનાડુમાં 'દેવા' પર દંગલ, વિજયના 10 લાખ કરોડના આરોપ પર સ્ટાલિનનો પલટવાર