હાલ દેશભરમાં વરસાદી માહોલ છે. ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક લોકો ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીમાં છે ક્યાંક ભારે પવન સાથે વરસાદને લઈને વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. આ વચ્ચે હવે મહારાષ્ટ્રના રાયગઢથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારે વરસાદને કારણે આશરે 3,000 LPG સિલિન્ડર નદીમાં વહી ગયા છે.
રાયગઢ જિલ્લાના પનવેલ તાલુકામાં ચાવણે સ્થિત HPCL પાતાળગંગા LPG બોટલિંગ પ્લાન્ટ નજીક પાતાળગંગા નદીમાં આ સિલિન્ડરો જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભરેલા અને ખાલી સિલિન્ડરો નદીમાં વહી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ કિશન જાવલેએ આ પરિસ્થિતિ અંગે અપીલ કરી છે.
