સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં હરિયાણાના કરનાલનો એક વીડિયો ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં કેટલીક યુવતીઓ જાહેર રસ્તા પર એકબીજા સાથે એવી રીતે ભીડાઈ છે કે જોવા મળતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પપ્પાની પરીઓ કોઈ પણ ડર વગર રસ્તા વચ્ચે એકબીજાના ચોટલા પકડીને જોરદાર મારામારી કરી રહી છે. આ લડાઈ એટલી ઉગ્ર હતી કે ક્યારેક એક યુવતી બીજી પર હાવી થતી તો ક્યારેક બીજી યુવતી વળતો પ્રહાર કરતી જોવા મળી હતી.
લોકો 'પરીઓનું યુદ્ધ' નિહાળવા બન્યા મજબૂર
આ વીડિયો કરનાલની આઈટીઆઈ (ITI)ની વિદ્યાર્થિનીઓનો હોવાનું કહેવાય છે. વિદ્યાર્થિનીઓ વચ્ચેની આ લડાઈને કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. રસ્તે ચાલતા લોકો પણ પોતાની ગાડીઓ ઉભી રાખીને આ 'પરીઓનું યુદ્ધ' નિહાળવા મજબૂર બન્યા હતા. કેટલાક લોકોએ લડાઈ છોડાવવાને બદલે મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું, જેને કારણે આ ઘટના સોશિયલ મીડિયા પર મનોરંજનનું એક સાધન બની ગઈ છે. વીડિયો જોઈને એવું લાગે છે કે કોઈ અંગત અદાવત કે સામાન્ય બોલાચાલીએ આટલું હિંસક સ્વરૂપ ધારણ કર્યું હશે.
