ફલાહારી મહારાજનો દાવો છે કે વિરાટ કોહલીને પૈસા આપીને પ્રેમાનંદ મહારાજના દર્શન માટે બોલાવવામાં આવ્યા હતા. બાદમાં તેઓ ભક્ત બની ગયા અને આશ્રમને તેના કરતાં પણ અનેક ગણા વધુ પૈસા પરત આપ્યા. તેમણે કહ્યું કે ઇચ્છા હોય તો આશ્રમના ખાતાની તપાસ કરાવી શકાય છે.
ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લાંબા સમયથી સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા આવતા રહ્યા છે. જોકે, હવે પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારીના શંકાસ્પદ મૃત્યુ બાદ વિરાટ કોહલીને લઈને ચર્ચા શરૂ થઈ છે.
તેનું કારણ એ છે કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ ફલાહારી મહારાજે વિરાટ કોહલી અંગે કેટલાક મોટા દાવા કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ક્રિકેટરને પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા આવવા માટે 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ દાવાને વિરાટ કોહલીની ટીમે સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. જોકે, હવે ફલાહારી મહારાજે વધુ એક મોટો આરોપ લગાવીને આ મામલે નવી ચર્ચા શરૂ કરી છે.
વિરાટ કોહલીના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ફલાહારી મહારાજના દાવાને સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો હતો.
હવે ફલાહારી મહારાજે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, "જ્યારે વિરાટ કોહલી પહેલીવાર આવ્યા હતા, ત્યારે 2 કરોડ રૂપિયા બાબાના સેવાદારના ખાતામાંથી આપવામાં આવ્યા હતા અને 3 કરોડ રૂપિયા વિરાટ કોહલીના ઘરે રોકડમાં આપવામાં આવ્યા હતા. બાદમાં વિરાટ કોહલી ભક્ત બની ગયા. તેમણે તેના કરતાં અનેક ગણા વધુ પૈસા પરત આપી દીધા."
'ટ્રસ્ટ સાથે જોડાયેલા ખાતાની તપાસ કરો, સત્ય સામે આવશે'
ફલાહારી મહારાજે વિરાટ કોહલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ સાધકોના ભોજનની વ્યવસ્થા સંભાળે છે. તેમણે કહ્યું કે હવે તેઓ ખૂબ સારા વ્યક્તિ બની ગયા છે અને સાધક બની ચૂક્યા છે.
તેમણે વધુમાં કહ્યું, "અમે તો એટલું જ કહેવા માગીએ છીએ કે ટ્રસ્ટ સાથે જોડાયેલા ખાતાની તપાસ કરાવી લો. બધું આપમેળે સામે આવી જશે."
ફલાહારી મહારાજે વધુમાં કહ્યું કે જરૂર પડે તો CBI તપાસ પણ કરાવી શકાય છે. તેનાથી સત્ય સામે આવી જશે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે જો પૈસા લેવામાં આવ્યા નથી તો તપાસથી ડરવાની જરૂર શા માટે છે?