વક્ફ કાયદા પર સુપ્રિમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. સુપ્રિમ કોર્ટે કેટલીક કલમો પર રોક લગાવી છે સાથે એમ પણ જણાવ્યું કે સમગ્ર કાયદા પર રોક લગાવવાનો કોઇ આધાર નથી. આ સાથે જ જણાવ્યું કે સીઇઓ મુસ્લિમ હોય તેવો પ્રયાસ કરો.  વકફ સુધારા કાયદા પરના પોતાના આદેશમાં, સુપ્રીમ કોર્ટે વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરત પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે કેટલીક કલમો અંગે વધુ વિવાદ છે. અમે જૂના કાયદાઓ પણ જોયા છે. કોર્ટે કહ્યું કે સમગ્ર કાયદા પર રોક લગાવવાનો કોઈ આધાર નથી.


[[$googlead]]

વક્ફ સંશોધન બિલને લઇને સુપ્રીમ કોર્ટનો નિર્ણય 

વકફ સુધારા અધિનિયમ 2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે આપ્યો છે. કોર્ટે હાલમાં વકફ બોર્ડના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરત રાખતી જોગવાઈ પર સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી આ સંદર્ભમાં યોગ્ય નિયમો બનાવવામાં ન આવે ત્યાં સુધી આ જોગવાઈ લાગુ પડશે નહીં.

[[$alsoread]]

વક્ફ બોર્ડમાં શું કરવામાં આવ્યા ફેરફાર?

  • આ ઉપરાંત કલમ 3(74) સંબંધિત મહેસૂલ રેકોર્ડની જોગવાઈ પર પણ સ્ટે મૂકવામાં આવ્યો છે.
  • સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કારોબારી કોઈપણ વ્યક્તિના અધિકારો નક્કી કરી શકતી નથી.
  • મહેસૂલ રેકોર્ડ પર નામાંકન અંગે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈને પણ વકફ મિલકતમાંથી બહાર કાઢી શકાશે નહીં.
  • જો કે કોર્ટે એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન કોઈપણ ત્રીજા પક્ષના અધિકારો બનાવવામાં આવશે નહીં.
  • વકફ બોર્ડની રચના પર ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે બોર્ડમાં વધુમાં વધુ ત્રણ બિન-મુસ્લિમ સભ્યો હોઈ શકે છે. એટલે કે 11 સભ્યોમાંથી બહુમતી મુસ્લિમ સમુદાયની હોવી જોઈએ.
  • શક્ય હોય ત્યાં સુધી બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મુસ્લિમ હોવા જોઈએ.
  • કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેનો આદેશ વક્ફ કાયદાની માન્યતા પર અંતિમ અભિપ્રાય નથી અને મિલકત નોંધણી સંબંધિત જોગવાઈઓમાં કોઈ ભૂલ નથી.

5 વર્ષ સુધી ઇસ્લામ ફોલો કરવું જરૂરી નહી 

વકફ બનાવવા માટે વ્યક્તિને પાંચ વર્ષ માટે ઇસ્લામનું અનુયાયી હોવું જરૂરી હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઇસ્લામનું અનુયાયી છે કે નહીં તે નક્કી કરવા માટે નિયમો બનાવવામાં ન આવે ત્યાં સુધી આ જોગવાઈ સ્થગિત રહેશે. કોર્ટે વકફ સુધારા અધિનિયમ,2025 ની બધી જોગવાઈઓ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. જોકે કોર્ટ કહે છે કે કેટલાક વિભાગોને રક્ષણની જરૂર છે.


  • Follow us on: