આપણે અવારનવાર ધૂળના તોફાનો વિશે સાંભળતા હોઈએ છીએ, પરંતુ નદી કે સમુદ્રની મધ્યમાં પાણીનું તોફાન (વોટરસ્પાઉટ) જોવું એ અત્યંત દુર્લભ ઘટના છે. આસામના બારપેટા જિલ્લાના બાગબાર વિસ્તારમાં આવેલા પહારપુર નજીક બ્રહ્મપુત્ર નદીમાં આવું જ એક અનોખું અને આશ્ચર્યજનક દૃશ્ય કેમેરામાં કેદ થયું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/reel/DcdEocbjdnX/?utm_source=ig_web_button_share_sheet
બ્રહ્મપુત્ર નદીમાં આકાશ તરફ ઊછળ્યો પાણીનો વમળ
બ્રહ્મપુત્ર નદીમાંથી સીધો આકાશ તરફ જતો પાણીનો મોટો સ્તંભ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અચાનક સર્જાયેલા આ અનોખા દૃશ્યને કારણે લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. કેટલાક સ્થાનિકો તેને કોઈ કુદરતી આફત કે ભૂકંપનો સંકેત માની રહ્યા છે, જોકે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના મતે પાણીના આ વમળને ભૂકંપ સાથે જોડવા માટે કોઈ નક્કર વૈજ્ઞાનિક આધાર નથી.
શું છે આ 'વોટરસ્પાઉટ' (Water Spout) અથવા પાણીનું તોફાન?
હવામાનશાસ્ત્ર મુજબ, પાણીના આ સ્તંભને 'વોટરસ્પાઉટ' અથવા જળ-ટોર્નેડો કહેવામાં આવે છે. જ્યારે પાણીના મોટા સ્ત્રોત (જેમ કે સમુદ્ર, મોટો તળાવ કે વિશાળ નદી) પર હવાનું દબાણ ખૂબ ઘટી જાય છે અને તીવ્ર પવનો ગોળ-ગોળ ફરવા લાગે છે, ત્યારે પાણી આકાશ તરફ ખેંચાઈને એક ઊંચા સ્તંભનું રૂપ ધારણ કરી લે છે.
૪ વર્ષ પહેલાં પણ આસામમાં જોવા મળી હતી આવી ઘટના
બ્રહ્મપુત્ર નદીમાં આ પ્રકારનું ચક્રવાત પ્રથમ વખત નથી સર્જાયું. અહેવાલો અનુસાર, આ પહેલા મે ૨૦૨૨ માં પણ આસામના બારપેટા અને આસપાસના બ્રહ્મપુત્ર નદીના કિનારે આ જ રીતનો પાણીનો સ્તંભ જોવા મળ્યો હતો. હાલમાં ફરી એકવાર આ દુર્લભ ઘટનાએ લોકો અને હવામાનશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો : Karnataka: BJP ધારાસભ્યની પુત્રીના થપ્પડનો જવાબ મહિલા SI એ થપ્પડથી જ આપ્યો, VIDEO