દેશનું હવામાન ઝડપથી બદલાતા મુશ્કેલી વધી રહી છે. અને ઉત્તર અને મધ્ય ભારત શીતલહેર, ધુમ્મસ અને ઘટતા તાપમાનની ઝપેટમાં છે. જ્યારે દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર મોનસૂનની અસરથી પણ ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સ્વાસ્થ્ય, ખેતી, ટ્રાફિક અને વીજ પુરવઠા પર વ્યાપક અસર પડી શકે છે.

પૂર્વી રાજસ્થાનમાં ન્યૂનત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાયો

હવામાન વિભાગના તાજેતરના પૂર્વાનુમાન અનુસાર ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડીનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. 16 અને 17 નવેમ્બરે શીતલહેરની સ્થિતિ બનવાની સૌથી વધુ સંભાવના છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ન્યૂનત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો જોવા મળશે, જેનાથી સવારે અને રાત્રિના સમયે ઠંડીની અસર ખૂબ જ વધારે જોવા મળશે.

પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.

હિમાચલ પ્રદેશ-જમ્મૂ કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે

હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. તાબાનું તાપમાન માઇનસ 5.3, કુકુમસેરી માઇનસ 4.1, કેલાંગ માઇનસ 3.6 અને કલ્પા 0.4 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આવનારા દિવસોમાં હવામાન સાફ રહેશે.જોકે રાત્રિના સમયે ઠંડી વધુ વધી શકે છે. આનાથી વિપરીત ઉનામાં ગઇ કાલે 28.2 ડિગ્રી સેલ્સિયસની સાથએ સૌથી વધારે તાપમાન જોવા મળ્યુ છે.

  • Follow us on: