ઉત્તરાખંડ, જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પહાડ પડવાની ઘટનાઓ રોકાવાનુ નામ નથી લઇ રહી. ઉત્તરાખંડના ધારચૂલામાં ભારે વરસાદ બાદ ચીન સીમા સાથે જોડનારો તવાઘાટ લિપુલેખ માર્ગ પર એલાગાડ અને કુલાગાડની પાસે એક પહાડ પડ્યો. જેના કારણે દારમાં, ચોદાસ અને વ્યાસ ત્રણેય ઘાટીઓના જિલ્લા મુખ્યાલય સાથેના સંપર્ક તૂટી ગયા છે.

ભૂસ્ખલનને કારણે સંપર્ક તૂટ્યો
મળતી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી જમ્મુ વિભાગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગ દ્વારા પંજાબ, રાજસ્થાન, યુપી સહિતા સાત રાજ્યોમાં 2 સપ્ટેમ્બર સુધી એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. ઉત્તરાખંડ અને પૂર્વી રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ધારચૂલામાં તવાઘાટ લિપુલેખની સાથે સોબલા માર્ગ ભૂસ્ખલનને કારણે બંધ થઇ ગઇ છે. સતત કાટમાળ અને પથ્થર પડવાથી અવર જવર બંધ થઇ ગઇ છે.

2 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાનો પણ ખતરો
તવાઘાટ-સોબલા માર્ગ પર સુવા ઝુલા પુલની પાસે કાટમાળ અને પથ્થર પડવાથી અવરજવર બંધ થઇ ગઇ છે. એસડીએસમના જણાવ્યા અનુસાર હાલ માર્ગ ખોલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. હાલ વાતાવરણ ખરાબ હોવાને કારણે આ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. જમ્મુ કશ્મીરમાં હવામાન વિભાગે 2 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાનો પણ ખતરો છે. આની સૌથી વધારે અસર જમ્મુ સંભાવગ પર પડશે. આ સિવાય અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

  • Follow us on: